પ્રથમ તબક્કામાં કેંન્દ્રીય પ્રધાન જનરવ વી કે સિંહ, નિતીન ગડકરી, હંસરાજ અહીર, કિરળ રિજીજૂ, કોંગ્રેસની રેળુકા ચૌધરી, AIMIMના અસદઉદીન ઓવૈસી જેના અનેક ટોંચના નેતાઓનું ભાવી આજે EVMમાં કેદ થશે.
આ તબક્કામાં રાલોદના અજીત સિંહની ટક્કર ઉતર પ્રદેશમાં મુજફ્ફરનગર બેઠક પર BJPના ઉમેદવાર સંજીવ બાલયાન સામે થશે, જ્યારે તેના જ પુત્ર જયંત ચૌધરી બાગપત બેઠક પર કેંન્દ્રીય પ્રધાન સત્યપાલ સિંહને ટક્કર આપશે.
પ્રથમ તબક્કામાં છતીસગઢની નક્સલી હિંસા ધરાવનારી બસ્તર બેઠક પર પણ મતદાન થશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. જેમાં આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠક, સિક્કિમની 32 અને ઓડિશાની 28 વિધાનસભા બેઠક પર મતદાન થશે.
આંધ્રપ્રદેશથી અલગ થઇને 2014માં તેલંગણા રાજ્યની સ્થાપના થયા પછી આંધ્રપ્રદેશની પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજ્યની 25 લોકસભા અને 175 વિધાનસભા બેઠક પર પ્રથમ તબક્કામાં ગુરૂવારે મતદાન પુર્ણ થશે.
પ્રથમ તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેધાલય , ઉતરાખંડ, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ અને તેલંગણાની લોકસભા બેઠક પર મતદાન થશે. તે સિવાય ઉતર પ્રદેશની 8 લોકસભા બેઠક, બિહારની 4 બેઠક, અસમની 5 બેઠક, મહારાષ્ટ્રની 7, ઓડિશાની 4 અને પશ્ચિમ બંગાળની 2 બેઠક પર પણ મતદાન થશે.