ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UAEમાં ફસાયેલા લોકોને ઇન્ડિયા પરત લઇ આવવા માટે પ્લેન રવાના - FLIGHT

વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઇ ગઇ છે. આ મહામારીને રોકવા માટે વિશ્વાના કેટલાક દેશ લોકડાઉન હેઠળ છે. જેનાથી તે વિદેશમાં ફસાયેલા છે. આજે ભારત સંયુક્ત આરબ અમીરાતમાં ફસાયેલા ભારતીયોને લઇ આવવા કોચિનથી અબુધાબી ખાતે જવા માટે એયર ઇન્ડિયાનું એક પ્લેન રવાના થયું છે. જ્યારે વધુ એક પ્લેન કેરળના કોઝિકોડ ખાતેથી દુબઇ ખાતે રવાના થયુ છે.

UAEમાં ફસાયેલા લોકોને પરત લઇ આવવા માટે પ્લેન રવાના
UAEમાં ફસાયેલા લોકોને પરત લઇ આવવા માટે પ્લેન રવાના

By

Published : May 7, 2020, 5:03 PM IST

તિરૂવનંતપુરમ : કોરોના મહામારીને લઇને સંયુક્ત આરબ અમીરાતમાં ફસાયેલા લોકોને લેવા માટેનું પ્રથમ પ્લેન 12 કલાકને 30 મિનિટ પર રવાના થયું હતું. આ ઉપરાંત એયર ઇન્ડિયાનુ વધુ એક પ્લેન અબુધાબી ખાતે જવા રવાના થશે.

સુત્રોના જણાવ્યાં અનુસાર ભારતીય લોકોને લેવા માટે પ્લેન કોચિનથી અબુધાબી ખાતે જવા રવાના થયુ છે. જે પ્લેન 3 કલાકે અબુધાબી ખાતે પહોંચી જશે, ત્યારબાદ 4:15 કલાકે પ્રવાસીઓને લઇને પરત ફરશે.

સુત્રોના જણાવ્યાં અનુસાર પ્લેન કોચિન ખાતે રાત્રે 9:40 કલાકે 181 લોકોને લઇને પરત ફરશે.

આ ઉપરાંત એયર ઇન્ડિયાનું અન્ય એક પ્લેન કોઝિકોડ ખાતેથી 1:20 કલાકે રવાના થયું હતું. જે સાંજે 5 કલાકે 182 લોકોને લઇને દુબઇ ખાતેથી પરત ફરશે જે રાત્રે 10 કલાકે ફરી કોઝિકોડ એયરપોર્ટ પર પહોંચશે.

આધિકારીક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 પ્લેનથી છેલ્લા 5 દિવસમાં 2000 લોકોને રાજ્યમાં પહોંચાડાયા છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે પ્રવાસીઓની તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details