ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાંદ્રામાં MTNL ઈમારતમાં ભીષણ આગ, 20થી વધુ લોકોને બચાવાયા

મુંબઈ: શહેરના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરની 4 ગાડીઓને તૈનાત કરવામાં આવી છે. ફાયર ફાઈટરનો કાફલો આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

By

Published : Jul 22, 2019, 5:03 PM IST

Updated : Jul 22, 2019, 5:24 PM IST

મુંબઈ

મળતી વિગતો મુજબ, મુંબઈના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. આગ બિલ્ડીંગના ત્રીજા અને ચોથા માળે લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 100થી વધુ લોકો ફસાયાની આશંકા છે. જેઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રથમ વખત રોબોર્ટનો ઉપયોગ કરાયો છે. અત્યાર સુધીમાં આશરે 22 લોકોને બચાવવામાં આવ્યા છે.

બાંદ્રાના MTNL ઈમારતમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રથમ વખત કરાયો રોબોર્ટનો ઉપયોગ
મુંબઈના બાંદ્રામાં MTNL ઈમારતમાં લાગી ભીષણ આગ
Last Updated : Jul 22, 2019, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details