શ્રીનગરઃ કાશ્મીરના તલન તિલ્લો ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે આ ઈમારત ધારાશાયી થતાં ત્રણથી ચાર લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
જમ્મુમાં આગને કરાણે બિલ્ડીંગ ધારાશાયી, બચાવ કામગીરી શરૂ
જમ્મુ- કાશ્મીરના તલન તિલ્લો ઈમારતમાં ભીષણ આગ લાગતાં બિલ્ડીંગ ધારાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
jammu kashmir
હાલ બચાવ કામગીરી ચાલું છે, ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિકના જણાવ્યાનુસાર, "ધારાશાયી થયેલી ઈમારતમાં ત્રણથી ચાર લોકો દબાયા હોવાની આશંકા છે. જો કે, હાલ પોલીસ અને ફાયર ટીમ બચાવ કામગીરી ચાલું છે. જેથી તેઓનો બચાવ તેવી શક્યતાં છે."