આ મામલામાં આજમ ખાનની સાથે અન્ય 10 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આજમ ખાન પર ભાજપ નેતા જયા પ્રદા માટે અપશબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ છે. આજમ ખાનના નિવેદન પર જયા પ્રદાએ વિરોધ પણ દર્શાવ્યો હતો.
ભાજપ નેતા આકાશ કુમાર સક્સેના દ્વારા સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમણે આજમ ખાન વિરૂદ્ધ મહિલાઓ પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને ફરિયાદ નોંધાવી છે.
સપા સાંસદ આજમ ખાને કહ્યું કે, હું આ શબ્દ ખાસ કરીને ઉપયોગ કરી રહ્યો છું અને લોકો સમજી રહ્યાં છે કે, આ શબ્દ ક્યાં જઈને લાગી રહ્યાં છે. જે સમાજમાં આ શબ્દને સમ્માનજનક માની લેવામાં આવશે, ત્યારે શું તે સમાજ પ્રગતિ કરી શકશે?
આપને જણાવી દઈએ કે, જયા પ્રદાએ એસ.ટી.હસન અને આજમ ખાન બંન્ને સાસંદો પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. સાથે જ ફરિયાદ અંગે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે વાત કરવાનું જયા પ્રદાએ જણાવ્યું હતું. તેમજ આ વાંધાજનક ટિપ્પણી માટે તેમના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવશે.