ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફ્રી કાશ્મીરનું પોસ્ટર: મહકની સ્પષ્ટતા, કહ્યું- 'લોકશાહીમાં વિશ્વાસ છે' - Mumbai

મુંબઇ: CAA-NRC અને JNU હિંસા મામલે ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે સોમવાર વિરોધ પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શનમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર લગાવનારી છોકરી મિર્ઝા પ્રભુએ ખુલાસો કર્યો છે.

ફ્રી કાશ્મીરનું પોસ્ટર લહેરાવનારી મહકની સ્પષ્ટતા, અહીં ક્લીક કરી જાણો શું કહ્યું
ફ્રી કાશ્મીરનું પોસ્ટર લહેરાવનારી મહકની સ્પષ્ટતા, અહીં ક્લીક કરી જાણો શું કહ્યું

By

Published : Jan 8, 2020, 8:08 AM IST

સોમવારે ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પ્રદર્શન થઇ રહ્યું હતું. આ પ્રદર્શનમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર લગાવનારી છોકરીએ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકશાહીમાં વિશ્વાસ કરતા હું પણ પ્રદર્શનમાં સામેલ થઇ હતી. JNU હિંસાના વિરોધમાં સોમવારે થનારા પ્રદર્શનમાં મહક ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પોસ્ટર લગાવી વિરોધ કરતી હતી. તે સમયે મહક મિર્ઝા પ્રભુ વિવાદમાં આવી હતી.

મહકએ ફરી એક વાર કહ્યું કે, હું કાશ્મીરી નથી. મહારાષ્ટ્રની છું અને મુંબઇની એક લેખક છું. મારી આ સમગ્ર વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. હું કાશ્મીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા બંધ કરવાની વાત કહેવા માંગતી હતી.

ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે પ્રદર્શન કરનારી મહકની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઇ પોલીસે આ મામલે FIR દાખલ કરી છે. જણાવી દઇએ કે મહકએ JNU હિંસા મામલે સોમવારે ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details