દેશની આર્થિક નીતિને મજબુત કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.
- 2017માં જાહેરક્ષેત્રની 27 બેંકો હતી, બેંકોને મર્જ કર્યા પછી તેની સંખ્યા હવે 12 થઈ ગઈ છે.
- યુનિયન બેંક, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો વિલય કરાશે. જે પાંચમાં ક્રમની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હશે. જેનો વ્યવસાય 14.59 લાખ કરોડ રુપિયા છે.
- કેનરા બેંક અને સિંડિકેટ બેંકનું એકીકરણ થયુ છે. આ ચોથી સૌથી મોટી પબ્લીક સેક્ટરની બેંક હશે. તેનો કુલ વ્યવસાય 15.20 લાખ કરોડ છે.
- પંજાબ નેશનલ બેંક, ઓરિએંટલ બેંક અને યુનાઈટેડ બેંકનું એકત્રીકરણ કરાયુ છે. જેનુ ટર્નઓવર 17.95 લાખ કરોડ છે. આ બેંકોની દેશભરમાં 11,437 બ્રાન્ચ છે. આ ભારતની બીજા નંબરની સૌથી મોટી બેંક હશે.
- 1 લાખ 21 હજાર કરોડની લોનની વસુલી થઈ ચુકી છે.
- બેંકીગ સેક્ટરને મજબુત કરવા ઉપર ભાર મુકાયો, એન.પી.એમમાં ઘટાડો થયો છે.
- આઠ પીએસયુ બેંકોના રેપોરેટને વ્યાજદર સાથે જોડાયુ છે.
- ત્રણ લાખ બોગસ કંપનીઓ બંધ કરાઈ છે.
- બેંકિગ વ્યવસ્થાને મજબુત કરવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે.
- પાંચ અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે સરકાર પ્રતિબદ્વ છે.
- બેંકોને ચુનો ચોપડનાર ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરાશે.
- 250 કરોડ રુપિયાથી વધારે દેવા ઉપર નજર રખાશે. આ માટે એજન્સીઓ બનાવાઈ છે.