બીજુ, પરપ્રાતિંય કામદારોની માંગને ધ્યાનમાં લઈ, વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવી, જેથી તેઓને તેમના સ્થળો પર લઈ જઇ શકાય. નિયંત્રીત વિસ્તારો સિવાય કે જ્યાં કેસોની સંખ્યા વધારે છે, બાકીના ઝોનમાં માર્કેટિંગ અને વ્યવસાયિક મથકોને અમુક શરતો સાથે મંજૂરી આપવાથી રાજ્ય સરકારોને આર્થિક રાહત થશે. એપ્રિલ 15 અને મે 1 દરમિયાન રેડ ઝોનની સંખ્યા 170 થી ઘટીને 130 થઈ ગઈ છે જે પ્રોત્સાહક છે , પરંતુ તે જ સમયગાળા દરમિયાન ઓરેંઝ ઝોનનો વધારો અને ગ્રીન ઝોનની સંખ્યામાં ઘટાડો એ કોરોના ફેલાવાનો ભયાવહ સંકેત દર્શાવે છે.
પાછલા પખવડીયામાં, દિવસમાં દરરોજ સરેરાશ એક હજારની સંખ્યામાં વધતા નવા કેસોની સંખ્યા હવે છેલ્લા કેટલાક દિવસોમાં, બે હજારને વટાવી ગઈ છે. અમેરિકા, ઇટાલી અને સ્પેનથી વિપરીત ભારતમાં કોરોના ફેલાવાને રોકવામાં લોકડાઉન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભારતે આજે દેશભરમાં 419 લેબ્સ સાથે દરરોજ 75,000 કોરોના પરીક્ષણોની ક્ષમતા પ્રાપ્ત કરી છે. ભારતની શરતી લોકડાઉનનો અંતર્ગત જે સંદેશ છે , તેમાં સરકારની નિષ્ઠાપૂર્ણ ઇચ્છા શામેલ છે કે, દરેક વ્યક્તિ, નાગરિક જવાબદારીની ભાવનાથી વ્યક્તિગત રૂપે વર્તશે!
પરપ્રાતિંય મજૂરો દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ફાળો આપે છે અને તેમની મજૂરીનો , ઘરેલુ ઉત્પાદનો તેનો દસ ટકા ફાળો છે. આ લોકો દેશના ખૂણેખૂણામાં જ્યાં તેમના કૌશલ્ય યોગ્ય કામ મળે છે ત્યાં સ્થળાંતર કરે છે. ગામડાઓમાં 9.95 કરોડ પરિવારો અને શહેરોમાં 3.56 કરોડ પરિવારો આ કામદારો પાસેથી દર મહિને પૈસા મેળવે છે. છેલ્લા 40 દિવસથી લોકડાઉન તેમના માટે મરણતોલ ફટકો છે . કોઈ કામ કર્યા વિના બંધબારણામાં પુરાઇ રહેવુ , ઘરે જવા માટે કોઈ રસ્તો ન હોય અને તેમના પરિવાર અને બાળકોના જીવનનિવાર્હ ની ચિંતા.… શબ્દો આ કરોડોના કામદારોની વ્યથા વ્યક્ત કરી શકતા નથી! મહારાષ્ટ્ર, કેરળ અને છત્તીસગઢ. તેમજ બિહાર, પંજાબ અને તેલંગાણા રાજ્યોની વિનંતી પર, કેન્દ્રએ પરપ્રાંતિય કામદારોને પરિવહન માટે ખાસ ટ્રેનોની પૂરતી વ્યવસ્થા કરી છે. જોકે કેન્દ્રએ આ 'શ્રમિક સ્પેશ્યલ' ટ્રેનોમાં મુસાફરી માટે કેટલીક શરતો લગાવી દીધી છે, તેમ છતાં, લાખો પરપ્રાતિંય કામદારોના તેમના વતનમાં પરિવહન કરવાની આવશ્યકતા, કોવિડ ફેલાવાના ખતરા પર ચિંતાઓ ઉભી કરી રહી છે.
તાજેતરમાં પંજાબ સરકારે નાંદેદ ગુરુદ્વારામાં ફસાયેલા શીખ યાત્રાળુઓને પરત લાવવાની વ્યવસ્થા કરી હતી . હવે ચિંતા થઈ રહી છે કે તેમના કારણે કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. બિહાર સરકારમાં પણ આ જ ભય છે. પહેલાથી જ 20 લાખથી વધુ સ્થળાંતર કામદારો તેમના વતનમાં પાછા જવા માટે તેમના નામ નોંધણી કરાવી ચૂક્યા છે. તમામ મુસાફરોને ટ્રેનોમાં બેસતા પહેલા અને તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી તેમને ક્વોરેન્ટાઇન સેન્ટર્સમાં લઈ જવા સુધી ના તબીબી પરીક્ષણો જેવી જેવી જટીલ પ્રક્રિયાઓ ખૂબ જ જવાબદારી સાથે હાથ ધરવામાં આવવી જોઇએ. સરકારોને ખ્યાલ હોવો જોઇએ કે જટિલ અને જોખમી પરિવહનની આ ઐતિહાસિક ઘટના કરવામાં કોઈપણ ક્ષતિ, દેશ માટે જીવલેણ સાબિત થઇ શકે છે .