વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના 2 દિવસીય પ્રવાસે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ છે. આ પ્રવાસ અંગે વ્હાઈટ હાઉસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારતના પ્રવાસે જવાના છે.
પત્નીને લાવશે સાથે
શેર કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પનો આ પ્રવાસ અમેરિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે, ભારત અને અમેરિકાના લોકો વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધને રજૂ કરે છે. આ પ્રવાસ દરમિયાન ટમ્પના પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ સાથે આવશે.