જૂનમાં FATFએ આતંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી ન કરવા પર પાકિસ્તાન વિરૂધ્ધ આકરૂ વલણ અપનાવ્યું હતું. જેને લઇને ઓક્ટોબરના પહેલા જ સપ્તાહમાં FATFએ બેઠક બોલાવી હતી. મળતી માહિતી મુજબ FATFએ પાકિસ્તાનની આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહી પર ચાંપતી નજર રાખી છે.
FATF એ પહેલા જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દિધુ છે, ગ્રે લિસ્ટમાં નાખવાનુ કારણ પાકિસ્તાનની જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાને મદદ કરવા અને આ સંગઠનો વિરૂધ્ધ એક પણ પ્રકારની કાર્યવાહી ન કરવા પર લગાવવામાં આવી છે.
FATF આતંકવાદ વિરૂધ્ધ ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સંતુષ્ટ નથી, જો ભારતમાં કોઇ પણ આતંકવાદી ઘટના બને અને તેની પાછળ પાકિસ્તાન જવાબદાર હશે તો પાકિસ્તાનને બ્લોક લિસ્ટમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ પાકિસ્તાનને આઇએમએફ અને વિશ્વ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી નાણાકીય મદદ મળશે નહી.
પેરીસમાં આવેલી FATF ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બેઠક કરશે, આ સમયે પાકિસ્તાનને આપવામાં આવેલી સમય મર્યાદા પૂર્ણ થશે.જ્યારથી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ અધિકાર દૂર કર્યો છે, ત્યારથી પાકિસ્તાનના નેતા ભારત વિરૂધ્ધ યુધ્ધ ભડકાવાની તાકમાં બેઠા છે.
1989માં G-7 દ્વારા સ્થાપના કરવામાં આવેલ FATFએ જૂન મહિનામાં જ પાકિસ્તાનને આતંકવાદ વિરૂધ્ધ કઠોર પગલા ન લેવા માટે ફટકાર લગાવી હતી, FATFએ પાકિસ્તાને ચેતાવણી આપી હતી કે જો પાકિસ્તાનને FATFના નિર્દેશોનું પાલન ન કર્યું તો પાકિસ્તાન પર કાર્યવાહી કરવામાં આવશે, તેના માટે પાકિસ્તાનને સપ્ટેન્બરના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે.