ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફાની તોફાનનું તાંડવ: છોકરીઓ ફંગોળાઈ, કાર ઉછળી, બસ પલટી - fani syclone

ભુવનેશ્વર: ચક્રવાતી તોફાનને હવે ધીમે ધીમે પોતાનું તાંડવ બતાવવાનું શરૂ કરી દીધું છે. તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. પરિસ્થિતિ એવી થઈ છે કે, અનેક જગ્યા પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક ઈમારત પડી છે, તો ક્યાંક હવામાં કાર ઉછળવા લાગી છે.

file

By

Published : May 3, 2019, 5:35 PM IST

તમે અહીં વીડિયોમાં જોઈ શકો છો કે, આ ચક્રવાતી તોફાની ચારે તરફ પોતાનો કહેર વર્તાવ્યો છે. ઉંચી ઈમારત બનાવવા માટે કામે રાખેલું ક્રેન અનેક ઘર પર જઈને પડ્યું હતું. કેટલાય ઘર તૂટી ગયા હતાં. ઘરની છત પણ ઉડી ગઈ હતીં.

ઓડિશામાં ફાની તોફાનનું તાંડવ

ઘરની બહાર લગાવેલા કાચ પણ ચકનાચૂર થઈ ગયા હતા. રસ્તાઓ પર ઝાડ પણ અનેક પડ્યા છે. વિજળીના થાંભલાઓ પણ તૂટીને નીચે પડી ગયા છે. ચારે બાજું તબાહી જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેની છત પણ હવામાં ઉડી ગઈ હતીં.

લોકો બચવા માટે આમતેમ ભાગી રહ્યા છે, આ તોફાનમાં અનેક ઘાયલ થયા છે તથા પાંચ લોકોના મોત પણ થયા છે.

20 વર્ષમાં સૌથી વધારે પ્રભાવશાળી આ તોફાન છે. તેની અસર કેટલી ખતરનાક છે તો હજૂ સુધી જાણી શકાયું નથી. પણ તેની આક્રમકતા જોઈ લાગી રહ્યું છે મોટા પાયે નુકસાન થશે.

ABOUT THE AUTHOR

...view details