ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો

મુંબઈ: સોમવારે દેવન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનો અને અજીત પવારે નાયબ મુખ્યપ્રઘાનનો કાર્યભાર સંભાળ્યો છે. બંને નેતાઓ સોમવારે પોતપોતાના કાર્યાલયે પહોંચ્યા હતા અને પોતાની જવાબદારી સંભાળી હતી.

By

Published : Nov 25, 2019, 3:42 PM IST

મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા વળાંક જોવા મળી રહ્યાં છે. એક તરફ શિવસેના, કોંગ્રેસ અને NCP મહારાષ્ટ્રમાં ભાજપની સરકારનો વિરોધ કરી રહ્યાં છે. દેવન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન અને અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શિવસેના, કોંગ્રેસ અને NCP મહારાષ્ટ્રમાં ભાજપની સરકારનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જેની સુનાવણી પૂર્ણ થઈ છે. મંગળવાર સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે ફડણવીસ અને અજીત પવારે પોત-પોતાની જવાબદારી સંભાળી છે.

ABOUT THE AUTHOR

...view details