વૉશિગ્ટનઃ 13 ફેબ્રુઆરી અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ આ મહિનામાં ભારતના પ્રવાસે આવવાના છે. જે અંગે તેમને કહ્યું હતું કે,"હું ભારત પ્રવાસ માટે ખૂબ ઉત્સાહિત છું."
ભારતના પ્રવાસ માટે ખુબ જ ઉત્સાહિત છુંઃ મેલાનિયા ટ્રમ્પ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે ભારત પ્રવાસનું આંમત્રણ આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, હું ભારતના પ્રવાસ માટે ઘણી ઉત્સાહિત છું.
મેલાનિયા ટ્રમ્પે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "અમેરિકાની પ્રથમ મહિલા તરીકે આ તેમનો પહેલો પ્રવાસ છે. આ બંને દેશ વચ્ચેની નિકટતા વધારવાનો અવસર છે." આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ દિલ્હી અને અમદાવાદના પ્રવાસ અંગે ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે, મેલાનિયા ટ્રમ્પનું આ ટ્વીટ PM મોદીના જવાબમાં કરાયું હતું. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ભારતમાં ખાસ અતિથિઓનું યાદગાર સ્વાગત કરવામાં આવશે. આ પ્રવાસ બંને દેશની મિત્રતાને ગાઢ કરવાનું કામ કરશે. ઉલ્લેનીય છે કે, ટ્રમ્પ અને તેમની પત્ની 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવશે. જ્યાંથી ગુજરાતના પ્રવાસે આવશે.