ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ સાંસદ અરવિંદ શર્મા BJPમાં, કરનાલ લોકસભા સીટ BJP માટે પડકારજનક

નવી દિલ્હી/ચંડીગઢઃ લોકસભા ચૂંટણીની જાહેર થયા બાદથી જ હરિયાણામાં રાજકીય રાજ રમત શરૂ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હીના હરિયાણા ભવનમાં કરનાલના પૂર્વ સાંસદ અરવિંદ શર્માએ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરી BJPના કેસરયા રંગમાં રંગાઈ ગયા હતાં.

સ્પોટ

By

Published : Mar 15, 2019, 7:01 PM IST

Updated : Mar 16, 2019, 9:16 AM IST

કોણ છે આ અરવિંદ શર્મા?
અરવિંદ શર્માના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો, અરવિંદ પ્રથમ વખત સોનીપતથી અપક્ષ તરીકે સાંસદ બન્યા હતા, ત્યાર બાદ કોંગ્રેસમાં સામેલ થયા હતાં. કોંગ્રેસમાં સામેલ થયા બાદ 2004 અને 2009માં બે વખત કરનાલના સાંસદ બન્યા હતા. 2014માં BJPના અશ્વિની ચોપરા સામે મળેલી હાર બાદ બસપામાં સામેલ થયા હતાં.

હવે તેઓ બસપા પણ છોડી ચૂક્યુ છે. હાલ BJPના કેસરયા રંગમાં રંગાયા છે. જેનું સૌથી મોટું કારણ દેશના મોટાભાગના રાજ્યમાં BJPની સરકાર હોવી, જ્યારે અન્ય એક કારણ એવું પણ જોવા મળે છે કે, બીજી અન્ય રાજકીય પાર્ટીમાં શક્યતાઓ ઘણી ઓછી છે. કોંગ્રેસનો ગ્રાફ લગાતાર ધટી રહ્યો છે અને બસપાનું હરિયાણામાં વર્ચસ્વ રહ્યું નથી.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને અરવિંદ શર્મા આ વખતે BJPમાંથી લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. આ પહેલા પણ અરવિંદ શર્માએ પાનીપતના એક કાર્યક્રમ દરમિયાન પણ સંકેત આપ્યા હતા. મહત્વની વાત એ છે કે, કરનાલ લોકસભા સીટથી આ વખતે મેનકા ગાંધી પણ BJP તરફથી ચૂંટણી લડવાની ઈચ્છા જતાવી છે. પાનીપતના સરપંચ એસોસિયેશને BJP તરફથી ફરી વખત અશ્વિની ચોપરાને ટિકિટ આપવાની માંગ કરી છે. એવામાં જોવાનું રહ્યું કે, કરનાલ લોકસભા સીટથી આ વખતે BJP કોને ટિકિટ આપશે?

Last Updated : Mar 16, 2019, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details