તો સામે ચૂંટણી પંચે જ સુપ્રીમના આદેશનો સ્વાગત કર્યું છે. ચૂંટણી પંચે જલ્દીથી સુપ્રીમના આદેશનું પાલન કરશે.
આમ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટે પ્રત્યેક મત વિસ્તારના પાંચ VVPAYની સરખામણી કરવાનો આદેશ આપ્યો છે જે અંતર્ગત અત્યાર સુધી ફક્ત 4125 EVM અને VVPATની સરખામણી થતી હતી પણ હવે 20625 EVM અને VVPATની સરખામણી થશે.
અત્યાર સુધી ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીમાં પ્રત્યેક મત વિસ્તારમાં બૂથ દીઠ એક અને લોકસભા ચૂંટણીમાં વિધાનસભા વિસ્તારના એક બૂથમાં આ પ્રક્રિયાનું પાલન થતું હતું. પણ હવે સુપ્રીમે આપેલા આદેશ મુજબ દરેક મતવિસ્તારમાંથી એકની જગ્યાએ પાંચ EVM પર સરખામણી કરવામાં આવશે.
અહીં એ પણ મહત્વનું છે કે, 21 રાજકીય પાર્ટીઓ સાથે મળી લગભગ 6.75 લાખ EVM અને VVPATની સરખામણી કરવાની માંગ કરી હતી. વિપક્ષી નેતાઓનું સુપ્રીમ કોર્ટમાં કહેવું છે કે, તેમને 50 ટકા VVPATની ગણતરીના કારણે પરિણામમાં મોડું થવાથી લઈ કોઈ વાંધો નથી. મતલબ આ પ્રક્રિયા જો લાગૂ થાય તો 6 દિવસ પરિણામ મોડું આવે તો વિપક્ષને કોઈ વાંધો નથી. સાથે જ વિપક્ષે કહ્યું હતું કે, આ ગંભીર વિલંબ નથી, પણ આ તો ચૂંટણી પ્રક્રિયાને વધારે મજબૂત અને પવિત્રતા આપશે.