ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં 157 EVM ખરાબ થયા, ચંન્દ્રબાબૂએ ફરી વખત મતદાન કરવાની માંગ કરી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં આંધ્રપ્રદેશમાં એક સાથે 157 બૂથ પર EVM ખરાબ થવાની ફરિયાદો સામે આવી છે. જેને કારણે મતદારોને મતદાન કરવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને ધ્યાને રાખી રાજ્યના મુખ્યપ્રધાન ચંન્દ્રબાબૂ નાયડૂએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, તથા ફરી વખત ચૂંટણી કરવા માટે થઈ એક પત્ર પણ લખ્યો છે.

By

Published : Apr 11, 2019, 6:38 PM IST

ચંન્દ્રબાબૂ નાયડૂ

નાયડૂએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે, સવારે 9 વાગ્યાથી 30 મિનિટ સુધી જે પણ પોલીંગ બૂથ પર EVM મશીન બરાબર કામ નહોતા કરતા ત્યાં મતદારો પાછા ફરી રહ્યા હતા અને બાદમાં મશીન કામ કરતા થયા તો પણ મતદારો ફરી વખત પાછા નહોતા આવ્યા. એટલા માટે થઈ આ મતદાન મથકો પર ફરી વખત મતદાન થાય.

ABOUT THE AUTHOR

...view details