તેથી જ નિષ્ણાતો કહે છે કે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. એટલું જ નહિ હાથથી ચહેરાને સ્પર્શવાનું શક્ય એટલું ટાળવું જોઈએ. તેમ કરવું જોકે શક્ય હોતું નથી. અજાણતા જ આપણો હાથ નાક કે મોઢાને અડી જતો હોય છે. અભ્યાસ અનુસાર આપણે એક કલાકમાં સરેરાશ 23 વાર ચહેરાને હાથ અડાડતા હોઈએ છીએ.
આ ટેવને કેમ કાબૂમાં રાખવી?
આપણે ક્યારે અને કઈ રીતે ચહેરાને હાથ અડાડીએ છીએ તે સમજી લેવું જોઈએ. બીજાનું નિરીક્ષણ કરીને આ વાત આપણે જાણી શકીએ છીએ. ઘણા લોકો કંટાળે ત્યારે બંને હાથની હથેળીમાં મોઢું ટકાવતા હોય છે. વિચારમાં ચડી જાય ત્યારે પણ હાથના ટેકે માથું હોય છે. લોકો દુખી હોય ત્યારે પોતાના કપાળે હાથ ફેરવતા હોય છે. કોઈક ચિંતાજનક બાબત વિચારતા હોય ત્યારે લોકો પોતાના નખ કરવા લાગતા હોય છે. આવું બધું જ આપણે પણ અજાણ્યે કરતાં હોઈએ છીએ. જો આ ટેવની ખબર પડે તો આપણે તેને ટાળી શકીએ.
હાથ ધુવો તે સુગંધિત સાબુથી ધુઓ અથવા બાદમાં તેના પર સુંગધિત લોશન કે અત્તર લગાવો. તેના કારણે હાથ ચહેરાની નજીક આવશે કે તરત આપણને સુગંધ આવશે. સુગંધ આવે એટલે તરત હાથને ચહેરાથી હટાવી લેવાનો.