news
By
Published : Mar 17, 2020, 10:47 AM IST
| Updated : Mar 17, 2020, 1:19 PM IST
ગાંધીનગર
- ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
- રાજ્યમાં નર્મદાનું પાણી વધુ ૨૦ દિવસ અપાશે
- આણંદમાં કડાણાનું પાણી વધુ ૧૫ દિવસ અપાશે
જામનગર
- બોગસ રીસીપ્ટ બનાવવી ધોરણ 10 અને 12ની પરીક્ષા અપાવતા શખ્સની એસ.ઓ.જી.એ કરી ધરપકડ
- જામનગરમાં પૂજા ટ્યુશન ક્લાસીસ ચલાવતા શખસે બોગસ રીસીપ્ટ બનાવવાનું કૌભાંડ આચર્યું
- બોગસ રીસીપ્ટ બનાવવી ડમી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા અપાવતો હતો પરીક્ષા
- એસ.ઓ.જી.એ કોમ્પ્યુટર, ૩ નંગ બોગસ રીસીપ્ટ, સ્ટાફ સહિતની સામગ્રી કરી જપ્ત
- કુલ રૂ.41680નો મુદ્દામાલ કબ્જે કર્યો
જામનગર
- ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી
- મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં પોતે જાતે ફરિયાદ લેવા બેઠા
- ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે ભાજપ નગર સેવિકાના આક્રોશ
- ભાજપના મહિલા નગર સેવિકા રચના નંદાણીયા પોતે સરકારી કામકાજમાં જોડાયા
- છેલ્લા એક કલાકથી ઓનલાઇન કેન્દ્રમાં તેમના દ્વારા લેવામા આવી રહી છે ફરિયાદ
- ઓનલાઇન કેન્દ્રના સતત ધાંધિયાથી પ્રજા ત્રસ્ત, મનપાની ઓનલાઇન કામગીરીની પોલ ખુલ્લી પાડતા ભાજપ નગરસેવિકા
ખેડા
- કોરોના વાયરસને લઇ ડાકોર મંદિર પરિસરમાં ધૂપ કરવાનું શરૂ કરાયું
- કોરોના વાયરસને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય
- રણછોડજીના દર્શને આવતા હજારો ભક્તોને ધ્યાને રાખી મંદિર પરિસરમાં ધૂપ કરવામાં આવશે
- સાવચેતીના પગલે સમગ્ર મંદિરમાં કપૂર અને ગુગળનું ધૂપ કરવામાં આવ્યું
નવસારી
- અમ્લસાડથી નવસારી આવતા સાલેજ ગામ પાસે નડ્યો અકસ્માત
- એસટી બસના ચાલકની બેદરકારી અથવા ઓવરલોડને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન
- બસમાં 50ની ક્ષમતા કરતા 70 થી વધુ મુસાફરો બેસાડયા હોવાની વાત
- અકસ્માતમાં 16 થી વધુ મુસાફરો થયા ઘાયલ
- અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર
- ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ, ગણદેવી મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા
રાજકોટ
- ગોંડલમાં 19 દર્દીઓને કોરોના વાયરસની દહેશત વચ્ચે રાખવામાં આવ્યા ઓબ્ઝર્વેશન હેઠળ
- ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા દર્દીઓમાં ડોક્ટર દંપતિનો પણ સમાવેશ
- ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા દર્દીઓનો સદનશીબે કોરોનાનો રીપોર્ટ નેગેટિવ
- કરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ લીધો રાહતનો દમ
ડાંગ
- ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત રાજીનામાં બાદ મીડિયા સામે આવ્યા, કહ્યું
- પ્રજાલક્ષી વિકાસનાં કામો ન થવાના કારણે રાજીનામુ આપ્યું
- કોઈ રાજકીય નેતા સાથે મુલાકાત કરી નથી
- સાથે જ ભાજપમાં જોડાવા માટે કોઈ જોડે કમિટમેન્ટ કર્યું નથી
- મેં કોંગ્રેસ છોડ્યું નથી,આગામી સમયમાં ચૂંટણી લડવાનો છું
- જો પક્ષ ટીકીટના આપે તો અપક્ષમાં ચૂંટણી લડીશ
રાજકોટ
- રાજકોટમાં વધુ એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો
- દેશી બનાવટની પિસ્ટલ અને 9 જીવતા કારતુસ સાથે ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડયો
- વીનું લાખા અગેસણીયા નામનો ઈસમ રાજકોટના ગવરીદળ ગામ નજીકથી ઝડપાયો
- હાલ વધુ તપાસ શરૂ
રાજકોટ
- કોરોના વાઈરસના ભય વચ્ચે રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કહેર
- છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત
- રાજકોટ જિલ્લાની પડધરી ગામની મહિતા અને ઉપલેટના 57 વર્ષીય વૃદ્ધનું સ્વાઈન ફ્લૂના કારણે મોત
નવી દિલ્હી
- દૂનિયાભરમાં કોરોનાનો વધ્યો કહેર
- કોરોના વાઈરસને કારણે 7000 થી પણ વઘુ લોકોના મોત
- દિન પ્રતિદિન કોરોના પ્રભાવિત લોકોની સંખ્યામાં વધારો
Last Updated : Mar 17, 2020, 1:19 PM IST