રાયપુરઃ છત્તીસગઢના નારાયણપુરાના કડેનાર વિસ્તારમાં નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે જવાન ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
છત્તીસગઢઃ અથડામણમાં માર્યા ગયા નક્સલી, બે જવાન ઇજાગ્રસ્ત - નક્સલી હુમલો
છત્તીસગઢના નારાયણપુરાના કડેનાર વિસ્તારમાં નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે જવાન ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે, ત્યારે એક જવાને એક નક્સલીને ઠાર માર્યો છે. અધિકારીઓએ જાણકારી આપી હતી કે, ઇજાગ્રસ્તોમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ અને છત્તીસગઢ સશસ્ત્ર બળના જવાનનો સમાવેશ છે.
Encounter breaks out between Naxals and security forces in Chhattisgarh's Kadnar
જવાનોની ટૂકડી કરિયામોટા અને કડેનારની વચ્ચે રસ્તાના નિર્માણમાં સુરક્ષા આપવા માટે નીકળી હતી. તે દરમિયાન નિશાન તાકીને બેઠેલા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. જવાનેઓ પણ નક્સલીઓને જવાબી ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જાણકારી આપી હતી કે, ઇજાગ્રસ્ત જવાનની હાલત સ્થિર છે.
નારાણપુરાથી એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, અથડામણાં માર્યા ગયેલી નક્સલી મહિલાનો મૃતદેહને જપ્ત કરવામાં આવ્યો છે.