ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: અનંતનાગના સરહમામાં 15 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 15 કલાકથી વધુ સમયથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ગુરુવારે સાંજે સાત કલાકની આસપાસ શરૂ થયેલું આ એન્કાઉન્ટર શુક્રવારે પણ ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Sep 25, 2020, 2:19 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લમાં આવેલા સરહામા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ગુરુવારે સાંજથી એન્કાઉન્ટર ચાલુ છે. ગુરુવારે સાંજે, સરહમા વિસ્તારમાં કેટલાક આતંકીઓની હાજરીની જાણ સુરક્ષાદળોને થતા જ CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી.

સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી બંને પક્ષો વચ્ચે ફાયરિંગ શરૂ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details