લેફ્ટિનેંટ જનરલ કે જે એસ ઢિલ્લોને જણાવ્યું છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ ઘાટીમાં જૈશ-એ-મહોમ્મદ વિરૂદ્ધ જવાબી કાર્યવાહિ ચાલુ જ રાખી છે. તેઓએ જણાવ્યું હતું કે, તો આ કાર્યવાહીથી એવી સ્થિતી સર્જાઇ છે કે, કોઇપણ આ સંગઠનનું નેતૃત્વ લેવા ઇચ્છા નથી ધરાવતા.
લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લોને જમ્મુ કાશ્મીરના DGP દિલબાગ સિંહ અને CRPF મહાનિરીક્ષક જુલ્ફિકાર હસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શ્રીનગરના પોલીસ નિયંત્રણ કક્ષમાં સંયુક્ત સંવાદદાતા સમ્મેલનમાં જણાવ્યું હતું કે, "41 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી 25 આતંકીઓ જૈશ-એ-મહોમ્મદના હતા. 13 વિદેશી આતંકવાદી હતા.
ઢિલ્લોને જમ્મુ-કાશ્મીરના હાજિનમાં 13 વર્ષના માસુમની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે વિનંતી કરતા કહ્યું કે, આતંકવાદીઓ પાસે આ વિશે જવાબ માંગવો જોઇએ કે શું આ જ જિહાદ છે? કે જહાલત છે.
લેફ્ટિનેંટ જનરલ ઢિલ્લન શ્રીનગરની ચિનાર કોરના કમાંડર છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે જૈશ-એ-મહોમ્મદના નેતૃત્વને નિશાન બનાવ્યા અને હવે એવી સ્થિતી છે કે, કોઇ પણ ઘાટીમાં જૈશની કમાન સંભાળવા નથી ઇચ્છતું, પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ પ્રયાસોના અમે જૈશ સામે શમન ચાલુ જ રાખીશું
DGP દિલબાગ સિંહે જણાવ્યું હતં કે, ઘાટીમાં 14 ફેબ્રુઆરીએ થયેલી પુલવામાં આતંકીવાદી હુમલા જેવી ઘટનાઓને છોડીને 2018માં અને તેના પછીથી અત્યાર સુધીમાં આતંકવાદને રોકવામાં સફળતા મળી છે.