ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં 144 બેઠકો મેળવવાનો ભાજપનો દાવો

નવી દિલ્હીઃ  મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને  બહુમત આંકડા કરતા પણ 212 સીટો મળવાની આશા છે. જ્યારે ભાજપાએ પોતાના માટે 144 સીટ જીતવાનો આંકડો આપ્યો છે.

cd

By

Published : Oct 24, 2019, 9:33 AM IST

મહારાષ્ટ્રની ચૂંટણીનું મતદાન પુર્ણ થયા બાદ ભાજપના એક નેતાએ આંતરિક સર્વેને ધ્યાને રાખી કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટક્કરમાં કોંગ્રેસ અને રાકાંપા ગઠબંધન ટક્યુ નથી. વધુમાં તેમણે કહ્યુ કે જો પાર્ટી એકલા દમ પર પણ બહુમત મેળવશે તો પણ ગઠબંધનના સહયોગીને ભાગીદારી મળશે. તેમણે કહ્યું કે પાર્ટી એકલા દમ પર 144 સીટો જીતી શકે છે. ગઠબંધનની વાત કરીએ તો કુલ સીટ 212 થઈ શકે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાને છોડી રાકાંપાનો અન્ય વિસ્તારોમાં પ્રભાવ નથી. તેમજ કહ્યું કે શિનસેનાના આદિત્ય ઠાકરે ડેપ્યુટી CM બનશે કે નહી તે અંગેનો નિર્ણય મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ કરશે.

મહારાષ્ટ્રમાં બહુમતનો આંકડો 145 સીટનો છે. શીવસેના આ વખતે 124 સીટો પર લડી છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાઅ અલગ અલગ ચૂંટણી લડ્યા બાદ ક્રમશ: 122 અને 63 સીટો હાંસિલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details