નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવાદાસ્પદ નિવેદનો આપવાની હોડ જામી છે. દિલ્હીનાં મુખ્ય પ્રધાન કેજરીવાલ સામે એક વિવાદાસ્પદ નિવેદન આપવાના કારણે ચૂંટણી પંચે ભાજપ સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 24 કલાક સુધી રહેશે.
ચૂંટણી પંચે ભાજપ સાંસદ પ્રવેશ વર્મા પર લગાવ્યો પ્રતિબંધ, 24 કલાક માટે નહીં કરી શકે ચૂંટણી પ્રચાર - જાહેરસભા
ભાજપ સાંસદ પ્રવેશ વર્મા પર ફરી એક વખત ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 24 કલાક માટે છે.
4 કલાક માટે નહીં કરી શકે ચૂંટણી પ્રચાર
હવે 24 કલાક સુધી પ્રવેશ વર્મા કોઈ રેલી કે જાહેરસભા સંબોધી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, પ્રવેશ વર્માને આ પહેલા પણ ચૂંટણી પંચે 96 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો.
Last Updated : Feb 5, 2020, 9:03 PM IST