મમતાએ કહ્યું કે બંગાળમાં બહારથી ગુંડાઓ બોલાવવામાં આવ્યા. ભાજપે બંગાળ અને બંગાળીઓનું અપમાન કર્યું છે. બંગાળના લોકો ભાજપને માફ નહી કરે. વધુમાં મમતા દીદીએ કહ્યું કે, PM મોદી મારાથી ડરે છે. મોદી બંગાળની જનતાથી ડરે છે. આજે દેશમાં મોદી સિવાય કોઈને બોલવાનો અધિકાર નથી. તેમજ મોદીએ મારુ અપમાન કર્યું છે.
બંગાળમાં ECની કાર્યવાહી બાદ ભડકી મમતા, મોદી અને શાહ પર લગાવ્યા ગંભીર આરોપ - amit shah
કોલકાત્તા: અંતિમ તબક્કાના મતદાન પહેલા પશ્વિમ બંગાળમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ છે. ચૂંટણી પંચે રાજ્યના પ્રધાન સચિવ અને ગૃહ સચિવને હટાવી દીધા છે. ECના નિર્ણય બાદ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મમતાએ કહ્યું કે ચૂંટણી પંચે શાહના ઈશારે નિર્ણય કર્યો છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે મુકુલ રોયે બધું ષડ્યંત્ર રચ્યું છે.
બંગાળના મુખ્ય પ્રધાને કહ્યું કે, ચૂંટણી પંચ મોદી અને શાહને નોટીસ કેમ નથી મોકલતું. ભાજપ બંગાળને પોતાના ઈશારા પર નહી ચલાવી શકે. આમ પણ ચૂંટણી પંચના નિર્ણયથી ભાજપને કોઈ ફાયદો નહી થાય. આ સાથે જ મમતાએ આરોપ લગાવ્યો છે કે, હિંસા માટે અમિત શાહ જવાબદાર છે. આ હિંસા ભાજપ દ્વારા રચાયેલું ષડ્યંત્ર છે. કેન્દ્રીય સુરક્ષા દળોના કારણે હિંસા થઈ છે. તો બીજી તરફ મમતાએ સવાલ કર્યો કે, ગુજરાત, કાશ્મીરમાં સુરક્ષા દળો કેમ નથી મોકલવામાં આવ્યા. મમતાએ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું કે ECમાં RSSના લોકો જ છે. ADG CID રાજીવ કુમારને ગૃહ મંત્રાલય મોકલવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આવતી કાલે 10 વાગ્યાથી પ્રચાર પર રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે કલમ 324નો ઉપયોગ કરીને પ્રચાર પર રોક લગાવી છે.