ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી, કોઈ અઘટિત ઘટના ન ઘટી - ગોળીબાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પોલીસે જણાવ્યું હતું કે, ક્યાંક ક્યાંક નાની ઘટનાઓના બાદ કરતા સમગ્ર પ્રદેશમાં ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. તો આ બાજુ ઘાટીમાં પણ ક્યાંય ગોળીબારની ઘટનાઓ બની નથી.

IANS

By

Published : Aug 13, 2019, 11:27 AM IST

Updated : Aug 13, 2019, 11:44 AM IST

જમ્મુ કાશ્મીરમાં ઈદના અવસરે ત્યાંની પરિસ્થિતી પર બાજનજર રાખી બેઠેલા NSAના અજીત ડોભાલ ત્યાં જ હાજર રહ્યા હતાં, જ્યાં તેમણે પોલીસના જવાન અને અધિકારીઓ સાથે સમૂહ ભોજન પણ લીધું હતું. અજીત ડોભાલે અહીં અનંતનાગ, સોપિયા તથા સોપોર જેવા વિસ્તારોની સતત મુલાકાત લઈ રહ્યા હતાં. અજીત ડોભાલે અહીં પોલીસ તથા સુરક્ષાના જવાનોને ઈદની શુભકામનાઓ આપી હતી.

કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી

પોલીસ કમિશ્નર એસપી મીણાએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં તંત્ર દ્વારા શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ હતી. પોલીસ આ દિશામાં કામ કરી રહી છે.

કાયદો અને વ્યવસ્થા વિશે જણાવતા પાણીએ કહ્યું હતું કે, અમુક લોકોની ધરપકડ થઈ હતી પણ કે કાયદાને ધ્યાને રાખી કરવામાં આવી હતી તથા તેમને કોર્ટમાં પણ હાજર કરાયા હતા.

સુરક્ષાબળ અને પોલીસે પણ સ્થાનિક લોકોને આહ્વાન કર્યું હતું કે, એવી કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. કમિશ્નરનું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા એ બહુ જટિલ સમસ્યા છે તેમ છતાં અહીં તંત્ર દ્વારા લોકોની ભાવના અને તહેવારને ધ્યાને રાખી થોડી ઘણી છૂટ અપાઈ છે.

Last Updated : Aug 13, 2019, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details