ધિરાણોના અભાવે રેસિડેન્શિયલ વેચાણો ઘટશે, દેશના ટોચનાં સાત શહેરોમાં વર્ષ 2019-20માં ચાર લાખ યુનિટનાં વેચાણોની સામે વર્ષ 2020-21માં 2.8 લાખથી ત્રણ લાખ યુનિટનાં વેચાણો નોંધાશે.
બીજી તરફ, કોમર્શિયલ સેક્ટરમાં આઈટી અને બીપીએમ ક્ષેત્ર તરફથી ઓફિસની જગ્યા માટેની માગ વેચાણોની દોરવણી ચાલુ રાખશે. ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં ફ્લેક્સિબલ વર્કપ્લેસ ભાડા ઉપર લેવાનું સતત ચાલુ રહેવા છતાં આ ક્ષેત્રે પણ આગામી 9-12 મહિના દરમ્યાન મહત્ત્વનાં અવરોધોનો સામનો કરવો પડશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રના પુનઃ જીવનને લાગે વળગે છે, ત્યાં સુધી અહેવાલમાં સૂચવાયું છે કે ઢાંચાકીય પરિવર્તનને પગલે ડેટા સેન્ટર્સ, સંકલિત સપ્લાય ચેઇન્સ, ગોદામો, આત્મનિર્ભર ઔદ્યોગિક પાર્કો, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આવશ્યક ડિઝાઈન ક્ષમતા પ્રક્રિયાઓ તેમજ નિવારક સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને બનાવાયેલાં કોમર્શિયલ અને હોસ્પિટલાલિટી ક્ષેત્રનાં પ્રોજેક્ટો જેવા રિયલ એસ્ટેટના હજુ સુધી નજરે નહીં ચઢેલાં ક્ષેત્રોમાં રહેલી તકો પ્રકાશમાં આવશે.
હાઉસિંગ બ્રોકરેજ કંપની એનારોકના જણાવ્યા મુજબ, કોરોના વાયરસનો ચેપ ફેલાવાના ભય વચ્ચે નબળી માગને કારણે દેશનાં સાત મુખ્ય શહેરોમાં રહેણાંક પ્રોજેક્ટોનાં વેચાણ જાન્યુઆરીથી માર્ચના ગાળામાં 42 ટકા ઘટીને 45,200 યુનિટ નોંધાયા હતા. 25મી માર્ચ સુધીનાં વેચાણનાં આંકડા મુજબ, એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ સાત શહેરો - દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), કોલકતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણેમાં હાઉસિંગ ક્ષેત્રનાં વેચાણો 78,510 યુનિટ નોંધાયાં હતાં. આમ, ત્રિમાસિક ધોરણે વેચાણોમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે.
માર્ચ મહિનામાં નવા પ્રોજેક્ટો શરૂ કરવામાં અને હાઉસિંગ ક્ષેત્રનાં વેચાણોમાં - બંનેમાં પાછલા બે મહિનાની સરખામણીએ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડેટા મુજબ, દિલ્હી-એનસીઆરમાં જાન્યુઆરીથી માર્ચ, 2020 દરમ્યાન હાઉસિંગ વેચાણો પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 13,740 યુનિટથી 41 ટકા ઘટીને 8,150 યુનિટ નોંધાયાં હતાં.
જાન્યુઆરી-માર્ચ, 2020ના ગાળામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વેચાણો એક વર્ષ અગાઉ 24,000 યુનિટથી 42 ટકા ઘટીને 13,910 યુનિટ નોંધાયાં હતાં, જ્યારે બેંગલુરુમાં વેચાણો 15,800 યુનિટથી 45 ટકા ઘટીને 8,630 યુનિટ થયાં હતાં. પૂણેમાં માગ 12,340 યુનિટથી 42 ટકા ઘટીને 7,200 યુનિટ થઈ હતી, જ્યારે હૈદરાબાદમાં મહત્તમ ઘટાડો નોંધાયો હતો અને વેચાણો સમીક્ષાના સમયગાળા દરમ્યાન 5400 યુનિટથી 50 ટકા ઘટીને 2680 યુનિટ નોંધાયાં હતાં.
ચેન્નઈમાં જાન્યુઆરી-માર્ચ, 2019માં 3430 યુનિટોનું વેચાણ થયું હતું, જે જાન્યુઆરી - માર્ચ, 2020માં 36 ટકા ઘટીને 2,190 યુનિટ તેમજ કોલકતામાં આ જ સમયગાળામાં વેચાણો 4,040 યુનિટોથી 39 ટકા ઘટીને 2,440 યુનિટ થયાં હતાં.
નવા શરૂ થતાં પ્રોજેક્ટોમાં પણ વાર્ષિક ધોરણે 42 ટકાનો ઘટાડો થયો હતો - 2019ના પહેલા ત્રિમાસિકમાં 70,480 યુનિટોની સામે જાન્યુઆરી-માર્ચ, 2020માં આરે 41,200 યુનિટોનાં નવા પ્રોજેક્ટો શરૂ કરાયા હતા.
રિયલ એસ્ટેટ સંબંધિત રોજગારના આંકડા
દેશમાં સૌથી વધુ રોજગાર સર્જન કરતા કૃષિ ક્ષેત્ર બાદ બીજા ક્રમે રિયલ એસ્ટેટ આવે છે.
આ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા અને અકુશળ બંને પ્રકારના કામદારો માટે અસાધારણ તકો રહેલી છે. ઉદ્યોગના અંદાજો મુજબ રોજગાર મેળવી રહેલા 90 ટકા કામદારો રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં મકાનોનાં બાંધકામમાં રોકાયેલા છે, જ્યારે બાકીના 10 ટકા મકાનનું બાંધકામ પૂરું કરવું, ફિનિશિંગ, ઈલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, અન્ય ઈન્સ્ટોલેશન સર્વિસીઝ, મકાન ડિમોલિશ (ધ્વસ્ત) કરવું તેમજ સાઈટ તૈયાર કરવાના કામમાં રોકાયેલો છે.
રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રે રોજગાર મેળવતા 80 ટકા કામદારો નજીવી કુશળતા ધરાવતા હોય છે, જ્યારે કુશળ કામદારોની સંખ્યા નવ ટકા જેવી તેમજ બાકીના હિસાબ-કિતાબને લગતા, ટેકનિશિયન્સ તેમજ એન્જિનિયર્સ છે.
બાંધકામ ક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણ