ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધરતી માતાનું હૈયું આક્રંદ કરી રહ્યું છે - 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ

ન્યૂઝ ડેસ્ક: પૃથ્વી માનવ જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે માનવ જાત, પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. ફળદ્રુપ જમીન વધુ અનાજ ઉગાડવામાં મદદ કરે છે. અનેક કારણોથી તે ફળદ્રુપતા ગુમાવી રહી છે. જમીનનું ધોવાણનું આવું જ એક કારણ છે. જેના લીધે સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2013 થી 5 ડિસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષે તે જમીનનું ધોવાણ અટકાવો અને પૃથ્વી પર વસતી માનવ જાત તેમજ અન્ય જીવોને બચાવોના સૂત્ર સાથે તેના પર કામ કરી રહ્યું છે. જમીનના ધોવાણની વિશ્વભરમાં અને માનવજાતની પ્રગતિ પર ખરાબ અસર થઈ રહી છે.

dharti
જમીનનું ધોવાણ

By

Published : Dec 6, 2019, 11:23 PM IST

આંતરરાષ્ટ્રીય ખાદ્ય, કૃષિ સંગઠનના (Internataion Food, agriculture Organization) નિર્દેશક પ્રા. મારિયા સેલિના અમેડોની ટીપ્પણી પ્રવર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ છે કે, અનેક દેશોમાં જમીનનું ધોવાણ અટકાવવા માટે સરકારે એક યોજનાના અસરકારક અમલની જરૂરિયાત છે. એમાં કોઈ શંકા નથી કે ફળદ્રુપ જમીન કોઈ પણ દેશમાં લોકોના આરોગ્ય માટે જરૂરી અને આધારરૂપ છે. જમીનનું આરોગ્ય માનવ વિકાસ અને પ્રગતિ માટે ચાવીરૂપ છે. કારણકે, તે યોગ્ય ખેતી દ્વારા ગુણવત્તાવાળો ખોરાક ઉગાડે છે.

આપણને પૃથ્વીમાંથી 95 ટકા ખોરાક અને 99.9 ટકા પીવાનું પાણી મળે છે. તે કાર્બનને જમીનમાં ઉતારી દે છે, પ્રદૂષણ ઘટાડે છે અને પાણી તેમજ પોષક તત્ત્વો પાક, વનને આપે છે. ખોરાક, કપડાં, લાકડાં અને દવાઓના ઉત્પાદનને ટેકો આપે છે. ભારત સહિત વિશ્વભરમાં જમીનનો ઉપયોગ અંધાધૂંધ અને ખતરનાક રીતે થઈ રહ્યો છે.

રસાયણો, ખાતરો, જંતુનાશકોના બેફામ વપરાશ, બિનજરૂરી હળ ચલાવવું અને અવૈજ્ઞાનિક રીતે પાણી પ્રબંધન અને ખેતી વગેરેના કારણે જમીન પ્રદૂષિત થાય છે. તેનાથી ફળદ્રુપતા દૂર થાય છે. ખોરાકનું ઉત્પાદન ઘટે છે. જમીનના ધોવાણથી ઉપરનું કિંમતી સ્તર પણ ધોવાઈ જાય છે. પવનના લીધે પાણી પણ વહ્યું જાય છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાયું છે કે, ખેતીની ખરાબ પદ્ધતિઓના કારણે મોટા પાયે જમીનનું ધોવાણ થાય છે. સેન્ટ્રલ સૉઇલ એન્ડ વૉટર પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશને કહ્યું છે કે, જમીનના ઉપરના સ્તરની 8.26 હૅક્ટર જમીન ધોવાઈ ગઈ છે. દર વર્ષે 5334 ટન ફળદ્રુપ માટી અને 84 લાખ ટન પોષક તત્ત્વો ધોવાઈ જાય છે. જેના કારણે ઉત્પાદકતા અને ક્ષમતામાં ઘટાડો થાય છે.

ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (એએફઓ)ના અંદાજ મુજબ, હાલમાં 30 ટકા જમીન ધોવાણ થઈ રહ્યું છે. જે વર્ષ 2050 સુધીમાં વધીને વિશ્વભરમાં 90 ટકા થશે. સંયુક્ત રાષ્ટ્રોએ ચેતવણી આપી છે કે, જમીનના ધોવાણથી ખાદ્ય કટોકટી સર્જાશે. ગ્રામીણ ગરીબની આર્થિક સ્થિતિને અસર થશે. દુષ્કાળથી લોકો આજીવિકા માટે સ્થળાંતર કરશે. વિશ્વ ભરમાં જમીનનું ધોવાણ જો ચાલુ રહેશે તો તેનાથી ખાદ્ય સુરક્ષાની સમસ્યા થશે. કારણ કે, તેનાથી પાણી અને હવા જમીનના તળમાં જતાં અટકે છે. તેમજ મૂળનો વિકાસ રૂંધાય છે. તેનાથી અનાજનું ઉત્પાદન 50 ટકા સુધી ઘટી શકે છે. હરિત ક્રાંતિના જનક સ્વામીનાથે પોતાનો મત દર્શાવ્યો છે કે, ઓછાં પોષક તત્ત્વોવાળી જમીનમાં ઉગાડેલા પાકથી ઝીંકના અભાવ વગેરે જેવી ઓછી ગુણવત્તાવાળું અનાજ ઉત્પન્ન થશે. તેને ખાવાથી લોકોમાં આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થશે તેમ તેમણે કહ્યું હતું.

એક ઈંચ પહોળી જમીન બનતાં હજાર વર્ષ લાગે છે. છોડ અને અન્ય કૃષિ છોડ વાવીને જમીનનું ધોવાણ 80 ટકા સુધી ઘટાડી શકાય છે. વિશ્વ ભરમાં હજુ સુધી 33 ટકા જમીનનું ધોવાણ થયું છે. જમીનના ધોવાણથી જળાશયોની સંગ્રહ ક્ષમતા પણ ઘટશે. પ્રદૂષણ સર્જાશે અને પાણીની ગુણવત્તા બગડશે. તેમજ સરોવરો અને તળાવોમાં રહેતા જીવોના જીવનની સમસ્યા સર્જાશે. માનવો અને પ્રાણીઓ માટે પણ પાણીની તંગી સર્જાશે. તેનાથી રસ્તા, જાહેર પરિવહનની સમસ્યાઓ સર્જાશે. પાકનું ઉત્પાદન ઘટશે અને ખાદ્ય સુરક્ષા પણ ઘટશે. તેના કારણે સ્થળાંતર થશે. સ્થળાંતરની સમસ્યા આફ્રિકી દેશો જેવા કે, ભારતનાં રાજ્યો જેવાં કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પ્રવર્તી રહી છે. જમીનના ધોવાણથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોમાં આર્થિક સ્થિતિ પર દીર્ઘકાલીન અસર પડે છે.

જમીનનું ધોવાણ અટકાવવા અને સજીવોની રક્ષા કરવા, લોકો, ખેડૂતો, સરકારો, કૃષિ નિષ્ણાતો અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા લોકોના સંઘ કાર્યની જરૂર છે. સાથે જ એક કાર્ય યોજનાના અસરકારક અમલની પણ જરૂર છે. સજીવ ખેતી, સમતલ જમીન બનાવવી, ખાતરનો ઉપયોગ ઓછો કરવો, વૈકલ્પિક અને અલગ પાક ઉગાડવા જેવા પ્રયાસોથી જમીનનું ધોવાણ અટકશે. ઉપરાંત ઘાસ ઉગાડવું, વિકલ્પ તરીકે મુખ્ય ખેતીમાં ટૂંકા ગાળાના પાક લેવાથી પણ હકારાત્મક પરિણામો મળશે. મુખ્યત્વે સરકારો ખેડૂતોમાં જાગૃતિ કેળવવાના મુદ્દે ધ્યાન આપે તે જ હલ છે.

ABOUT THE AUTHOR

...view details