આ નવો કરાર, 9/11 પછીની હિંસા અને આતંકવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ છે જેમાં, લગભગ બે દાયકાઓથી અફઘાનિસ્તાનમાં વિનાશ વેર્યો છે તેમજ આ કરાર એ યુ.એસ. ની આગેવાની હેઠળના વિદેશી સૈન્યને, યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા ખેંચવાનો માર્ગ મોકળો કર્યો છે. જો કે આ કરાર જે રીતે કરવામાં આવ્યો છે, તે સૂચવે છે કે તે અસંતુલિત છે અને વર્તમાન યુ.એસ.ના હિતને પ્રાધાન્ય આપે છે -જે યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીની મજબુરીઓ સાથે જોડાયેલ છે.
આ 'ડીલ' માટેની પ્રસ્તાવના સૂચનાત્મક છે અને આ પ્રક્રિયામાં રહેલી રાજકીય નાજુકતા તરફ ધ્યાન દોરે છે, કારણ કે તેમાં નોંધ્યું છે કે યુ.એસ.એ, એ એક એવા જુથ અફઘાન તાલિબાન સાથે કરાર કર્યો છે, જેને તે ઓપચારિક રીતે માન્યતા આપતી નથી - . ઓપચારીક દસ્તાવેજમાં લખ્યું છે કે આ "ઇસ્લામિક અમિરાત અફઘાનિસ્તાન અને યુ.એસ.એ વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ લાવવાનો કરાર છે જેને યુનાઇટેડ સ્ટેટ્સ એ રાજ્ય તરીકે સ્વીકાર્યુ નથી .
શાંતિ કરારનો મુખ્ય ભાગ એ છે કે તાલિબાન "કોઈપણ જૂથ અથવા વ્યક્તિ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથીઓની સુરક્ષા વિરૂદ્વ અફઘાનિસ્તાનની ધરતીના ઉપયોગને અટકાવશે" અને બદલામાં યુએસએ.એ " અમલીકરણ પદ્ધતિઓ અને અફઘાનિસ્તાનથી તમામ વિદેશી સૈન્યના પાછી ખેંચવાની સમયરેખા ની ઘોષણા જવાબદારી લીધી છે.
એક જટિલ અને લાંબા સમયસુધી ચાલેલ વાટાઘાટાની પ્રક્રિયામાં, યુ.એસ.એ. એ એક અસ્પષ્ટ તાલિબાન નેતૃત્વ સાથે કામ કરવું પડ્યું હતું જે લોકશાહી રૂપે ચૂંટાયેલી અફઘાન સરકારને માન્યતા આપતું નથી. તેથી કરારમાં રાષ્ટ્રપતિ અશરફ ઘાની, ની અધ્યક્ષતાવાળી લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેઓ ફરીથી ચૂંટાયા છે - જોકે આ નિર્ણયનો તેના હરીફ ડો .અબ્દુલ્લા અબ્દુલ્લા વિરોધ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ બનેલી હાલાકીજનક ઘટનાઓથી ભારત તાલિબાનો સાથે જોડાવા માટે અનિચ્છા બતાવતું હતું અને તેના બદલે અફઘાનિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ટેકો આપતુ હતું. અગાઉ તાલિબાનોએ ડિસેમ્બર 1999 માં ભારતીય નાગરિક વિમાન અપહરણ કરવા માટે ની મદદ કરી કેટલાક આતંકવાદીઓને મક્તી અપાવી હતી અને આ ઘટના ભારતના તાલિબાનો સામેના વિરોધનું કેન્દ્ર છે.
આ ઉપરાંત, રાવલપિંડી દ્વારા આ જૂથને આપવામાં આવેલ સમર્થન અને 1990 ના દાયકાના મધ્યમાં તાલિબાનની પ્રગતિ થઈ ત્યારથી, પાકિસ્તાની સૈન્યનું જી.એચ.ક્યુ, ભારતની અફઘાનિસ્તાન નીતિમાં એક જટિલ પાકિસ્તાન તત્વનો ઉમેરો થયો છે. આ ક્ષેત્રમાં અમેરિકન વ્યૂહાત્મક હિતેને વેગ આપ્યો છે કે જેના બદલામાં શીત યુદ્ધને આકાર આપવામાં આવ્યો હતો. તે સમયની યુ.એસ-યુએસએસઆરની દુશ્મનાવટને કારણે સોવિયતનો અફઘાનિસ્તાનમાં કબજો થયો અને પરિણામે 1980 ના દાયકામાં જ્યારે યુ.એસ પ્રમુખ રોનાલ્ડ રેગન હોદ્દા પર હતા ત્યારે અફઘાન મુજાહિદ્દીનો ઉદય થયો. \
અફઘાનિસ્તાનના લોકોએ 1980 થી, મોટી સત્તાઓ અને તેમના પ્રાદેશિક સાથીઓ કે ભાગીદારો વચ્ચે ની બહુ સ્તરવાળી ખેચમતાણ ને લીધે ખૂબ જ ભારે કિંમત ચૂકવી છે.પરિણામે ભારતના પોતાના હિતને યુ.એસ.-સોવિયતાના પૂર્ણતા એ આકાર આપ્યો છે; ઈરાન-સાઉદીનું ધાર્મિક વિભાજન, પાકિસ્તાનનો જેહાદી ઉત્સાહીઓને સમર્થન અને હવે બી.આર.આઈ (બેલ્ટ અને રોડ પહેલ) માં ચીની રોકાણ, જેના કારણે દક્ષિણ એશિયા ભૂ-રાજકીય રીતે વધુ કેન્દ્રિત થયુ છે.
29 મી ફેબ્રુઆરીના શાંતિ કરાર અંગે દિલ્હીનો જવાબ સાવચેતીભર્યો રહ્યો છે અને નોંધ્યું છે કે: "ભારતની સુસંગત નીતિ એ તમામ તકોને ટેકો આપવાની છે કે જે અફઘાનની આગેવાનીવાળી, અફઘાનની માલિકીની અને અફઘાન નિયંત્રિત પ્રક્રિયા દ્વારા અફઘાનિસ્તાનમાં શાંતિ, સલામતી અને સ્થિરતા લાવી શકે; હિંસાનો અંત લાવી શકે; આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથેના સંબંધોને કાપી શકે અને સ્થાયી રાજકીય સમાધાન તરફ દોરી શકે.. "