નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. શિક્ષણના ક્ષેત્રમાં સરકારે બજેટમાં 99,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે FDI લાવવામાં આવશે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે.
બજેટ 2020-21: નિર્મલાજીની પોટલીમાંથી શિક્ષણને શું મળ્યું, જુઓ - નોન ગેઝેટેડ પોસ્ટ
નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે બજેટ 2020માં શુ કરવામાં આવી છે જોગવાઈઓ? જાણો...
શિક્ષણ બજેટ 2020
શિક્ષણ
- નોન ગેઝેટેડ પોસ્ટ માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી બનાવાશે
- 99,300 કરોડ એજ્યુકેશન સેક્ટર માટે ફાળવાયા
- 300 કરોડ સ્કિલ્ડ ડેવલપમન્ટ માટે ફાળવાયા
- નેશનલ પોલીસ યુનિવર્સિટી, 11 ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનશે
- નવી શિક્ષણનીતિ ટૂંક સમયમાં જાહેર થશે, બે લાખ લોકોએ સૂચનો મોકલ્યા
- ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન
- માર્ચ, 2021 સુધી ડિપ્લો માટે 150 નવી સંસ્થા ખોલાશે
Last Updated : Feb 1, 2020, 7:40 PM IST