ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્થિક સર્વેક્ષણ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 9.5 કરોડ શૌચાલય બન્યા

નવી દિલ્હી: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિતેલા ચાર વર્ષમાં 99.2 ટકા ગ્રામિણ ભારતને કવર કરવામાં આવ્યું છે. આ વાત ગુરુવારે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2018-2019માં કહેવામાં આવી છે. આ મિશનની શરૂઆત 2 ઓક્ટોબર 2014માં કર્યા બાદ દેશભરમાં 9.5 કરોડથી પણ વધારે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા 564658 ગામડાને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત કરવામાં આવ્યા છે

file

By

Published : Jul 4, 2019, 7:57 PM IST

આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું હતું કે, 14 જૂન 2019 સુધી 30 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ લગભગ વ્યક્તિગત ઘરેલુ શૌચાલય ઉપલબ્ધ કરાવ્યા છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2018-19 રજૂ કર્યું જેમાં તેમણે વિતેલા ચાર વર્ષમાં 99.2 ટકા ગ્રામિણ ભારતને એસબીએમના માધ્યમથી કવર કર્યું હોવાની વાત જણાવી હતી.

એસબીએમ દ્વારા પાંચ વર્ષથી નાના બાળકોમાં ઝાડા, ઉલ્ટી, મેલેરિયા જેવા રોગ તથા શિશુમાં વજન ઘટાડો જેવી બાબતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ABOUT THE AUTHOR

...view details