ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહને મુસ્લિમો વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરવાને લઈ આ નોટિસ ફટકારી છે.
ચૂંટણી પંચે બેગૂસરાયમાં જીડી કોલેજમાં 24 એપ્રિલે સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્ર તેમને ક્યારેય માફ નહીં કરે જે વંદે માતરમ ગાતા નથી તથા માતૃભૂમિનું સન્માન નથી કરતા. મારા પૂર્વજોનું નિધન સિમરીયા ઘાટ પર થયું હતું પણ તેમને કબ્રની જરૂર નહોતી પડી, પણ તમારે તો ત્રણ હાથ જમીન પણ જોઈએ છે.