ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખતા કહ્યું છે કે, 'નમો ટીવી' પર પ્રસારિત તમામ જાહેરાતો MCMC સમિતિએ ચકાસવી જોઈએ. ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, "તમે ખાતરી કરી છે કે 'નમો ટીવી' પર પ્રસારિત કરવામાં આવેલી માહિતીને તમારા ઓફિસની MCMC સમિતિ દ્વારા પૂર્વ ચકાસણી કરવામાં આવી નથી.'
'નમો ટીવી' પરના તમામ કન્ટેન્ટને હટાવવાનો ECનો નિર્દેશ - EC
ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનમાં ભારતીય જનતા પાર્ટીને વઘુ એક ઝટકો આપ્યો છે. કમિશને "નમો ટીવી" પાસેથી પરવાનગી વિના ઓનએર કરવામાં આવેલી સામગ્રીને તુરંત દૂર કરવાની સૂચના આપી છે. કમિશનના નિર્દેશ અનુસાર, 'નમો ટીવી' પરની પરવાનગી વગરની સંપૂર્ણ માહિતીને દૂર કરવામાં આવશે. જો કે, ચૂંટણી પંચે 'નમો ટીવી' પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
સ્પોટ ફોટો
પત્રમાં કમિશ્નરે વધુ લખ્યું હતું કે, MCMC દ્વારા કોઈપણ ચકાસણી વિના, ઇલેક્ટ્રોનિક મીડિયા પર પ્રસારિત કોઈ પણ માહિતીને તુરંત અસરથી દૂર કરવી જોઈએ. રાજકીય માહિતીને પ્રસારણને ધ્યાનમાં રાખીને, ECએ માર્ગદર્શિકાને સખ્ત પણે પાલન કરવું જોઈએ. કમિશ્નરે દિલ્હી ચૂંટણી અધિકારીને આ બાબતે શક્ય તેટલુ તુરંત પાલન કરવાનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર ચૂંટણી પુરી થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂક્યો છે.