આપને જણાવી દઈએ કે, સાધ્વીએ દિવંગત આઈપીએસ અધિકારી વિરુદ્ધ પોતાના નિવેદનને લઈ માફી પણ માંગી છે. જો કે, ચૂંટણી પંચે તેમ છતા આ નિવેદનને અયોગ્ય માન્યું છે.
ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો
ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર 72 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની સામે આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ હતો. આ પ્રતિબંધ 2 મે સવારે 6 કલાકથી લાગૂ થઈ જશે. ચૂંટણી પંચે કડક શબ્દોમાં નિંદા કરતા તેને કહ્યું કે, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે ધ્યાને રાખે. જેને લઈ ચૂંટણી પંચે સાધ્વીને ચેતવણી પણ આપી છે.
design
પ્રજ્ઞા સિંહનો આરોપ હતો કે, ATS પ્રમુખ કરકરે માલેગાવ વિસ્ફોટ મામલાની તપાસ દરમિયાન સાધ્વીને ખૂબ પ્રતાડિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, 26/11 આતંકી હુમલામાં કરકરેની મોત તેમના શ્રાપને કારણે થયું છે.