કેટલાય રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, અફરા-તફરીનો માહોલ - PEOPLE
નવી દિલ્હી: ફરી એકવાર નિકોબાર દ્વિપ સમૂહ ભૂકંપની ધ્રુજારીથી હચમચી ઉઠ્યો છે. નિકોબારમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. સવારે 7.49 કલાકે હળવા આંચકા લોકોએ અનુભવ્યા હતા. આ આંચકાનો રિક્ટર સ્કેલ 4.5 જેટલો જણાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બંગાળમાં પણ 4.8ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.
રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા
વધુમાં જણાવીએ કે, પશ્ચિમ બંગાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, ત્યાર બાદ લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
તેની સાથે જ આજે ભારતના ઉતરી રાજ્ય બિહાર અને ઝારખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હકીકતમાં લોકોનું કહેવું છે કે, આંચકા થોડા સમય સુધી અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર ભૂકંપના હળવા આંચકાથી કોઇ પણ પ્રકારનું નુકસાન નોંધાયું નથી.