નવી દિલ્હી. શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ દિલ્હી-એનસીઆરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર ગુરુગ્રામથી 63 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા હતી.
દિલ્હી-NCRમાં ફરીથી ભૂકંપ, ગુરુગ્રામથી 63 કિલોમીટર દૂર કેન્દ્ર
શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમમાં હતું, જે ગુરુગ્રામથી 63 કિમી દૂર જાણવામાં મળ્યું છે.
દિલ્હી-NCRમાં ફરીથી ભૂકંપ
ભૂકંપના આંચકા જયપુરમાં પણ અનુભવાયા હતા. અલવર શાહપુરા બેહરોડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભિવાનીમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક જુદા જુદા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વખત આંચકા આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સતત ધરતીકંપથી લોકોની ચિંતા વધી ગઈ છે.