ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુવતીએ PM પર ફેક્યું ઈંડુ

કેનબરાઃ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી થવાને હવે બે અઠવાડિયાનો સમયગાળો છે, તે પહેલા તમામ ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રિલાયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને એબ્લરીમાં પ્રચાર કરતા સમયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મીડિયાના રીપોર્ટ અનુસાર ચૂંટણી પ્રચાર કરતા સમયે વડાપ્રધાન પર વિરોધ પ્રદર્શન કરતી મહિલાએ ઇંડા ફેંક્યા હતા. ત્યારબાદ થોડા સમય પૂરતો માહોલ તંગ બન્યો હતો.

By

Published : May 7, 2019, 10:35 PM IST

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુવતીએ વડાપ્રધાન પર ઇંડુ ફેક્યું

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, મહિલા વડાપ્રધાનના માથા પર ઇંડુ ફેંકતા દેખાઇ આવે છે. જે વિડિયો ઓસ્ટ્રેલિયાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. આ હુમલા બાદ ઓસ્ટ્રેલિયન પોલીસે 25 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે મહિલા અંગેની કોઇ જાણકારી બહાર પાડી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ઉગ્રવાદી ગતિવિધીઓથી જોડાયેલ છે.

હુમલા બાદ વડાપ્રધાન સ્કોટ મેરિસને વિરોધી પક્ષો પર દોષનો ટોપલો ઠાલવ્યો હતો. જ્યારે આ ઘટનાની પહેલા પણ ઓસ્ટ્રેલિયાના સીનેટર ફ્રેજર દ્વારા ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરના મસ્જિદો પર થયેલા આતંકવાદી હૂમલા પર વિવાદિત નિવેદન કર્યા બાદ એક યુવકે પણ મીડિયાની સામે જ તેમના માથા પર ઇંડુ માર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details