નવી દિલ્હી: ભારતના ડ્રગ રેગ્યુલેટરી દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલરને બ્લેક માર્કેટિંગના એન્ટીવાયરલ રસીના રેમડેસિવિર પર નજર રાખવા જણાવ્યું છે. આ દવાને કોવિડ-19 દર્દીઓની સારવારમાં ઈમરજન્સી અને મર્યાદિત ધોરણે ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાકાળમાં DCGIનું સૂચન- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દવાઓમાં થતો કાળોબજાર રોકે
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ડો. વીજી સોમાનીએ ડ્રગ કંટ્રોલરને કોરોના વાઇરસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીવાયરલ રસી રેમડેસિવિરના કાળા માર્કેટિંગને રોકવા માટે જણાવ્યું છે.
ભારતના DCGI ડો. વીજી સોમાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્રમાં લખ્યું કે, તેમના કાર્યાલયને એક પત્ર મડ્યો છે, જેમાં ચિંતા કરવામાં આવી છે કે અમુક કાળાબજારીઓ દવાને વધુ ભાવમાં વેચી રહ્યાં છે અને આ દવાની કાળોબજાર કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, આરોગ્ય મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ તરફથી આ ફરિયાદ મળી છે.સોમાનીએ પત્રમાં લખ્યુ કે, 'ઉપરોક્ત મામલે વિનંતી છે કે, આપના અધિકારીઓને સતર્ક રહેવા કહો અને આ દવાના વેચાણમાં કાળાબજારીને રોકવા કડક પગલાઓ લેવા આદેશ આપો.'