ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ મંદિરમાં જીન્સ પહેરીને દર્શન નહીં કરી શકો, જાણે શું છે ડ્રેસ કોર્ડ? - કાશી વિશ્વનાથ મંદિર ન્યૂઝ

વારાણસી: ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં હવે તમારે ગર્ભગૃહમાં જઇને બાબા વિશ્વનાથના સ્પર્શના દર્શન કરવા માટે હવે ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. આ ડ્રેસ કોડ જલ્દી લાગુ થશે. રવિવારે કમિશ્નરી સભાગૃહમાં કાશી વિદ્ધત પરિષદની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સ્પર્શ દર્શનનો સમય વધારવાની સાથે શ્રદ્ધાળુઓમાં પુરુષો ધોતી અને કુર્તો અને મહિલાઓ માટે સાડી પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકાશે.

temple
વારાણસી

By

Published : Jan 13, 2020, 2:38 PM IST

આ પ્રસ્તાવમાં સાંજે 5:45 થી 6:45 સુધી દર્શનના સમય વધારવામાં આવશે. સ્પર્શના દર્શન આરતી પહેલા 11:00 કલાક સુધી કરી શકાશે. આ સિવાય પેન્ટ, શર્ટ, જિન્સ કોર્ટ પહેરનારને સ્પર્શ દર્શનની આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

ઉજ્જેનના મહાકાલ જ્યોતિર્લિંગ અને દક્ષિણ ભારતના બધા મંદિરોનું ઉદાહરણ આપતા મહાકાલના ભસ્મની આરતીના સ્પર્શના સમયે સિવડાવેલા કપડા પહેરી જઇ શકો છો. બાકીના લોકો ફક્ત દર્શન જ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details