ભુવનેશ્વર: ઓડિશા પોલીસે બુધવારે ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોને પુરી ન જવાની અપીલ કરી હતી. રાજ્ય પોલીસે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરતા આ અપીલ કરી હતી.
પોલીસે જણાવ્યું છે કે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઇ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા હાલમાં તેમના રથ પર બેઠા છે અને તેઓને સાંજે શ્રી ગુન્ડીચા મંદિરની અંદર લઈ જવામાં આવશે. રથ અને મંદિરની નજીક કોઈને પણ એકઠા થવાની મંજૂરી નથી. યાત્રાધામ નગરના કેટલાક ભાગોમાં સામાજિક અંતર જાળવવાઇ રહે અને ભીડ એકઠી ન થાય તે માટે તીર્થસ્થાન પુરીના કેટલાક ભાગોમાં હજી પણ પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે.