નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની બેઠકમાં અધ્યક્ષતા કરી રહ્યાં હતા. આ બેઠકમાં દુકાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ અને વરસાદી પાણીના સંગ્રહ સહિત ખરીફ પાક માટેની તૈયારીઓ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નીતિ આયોગની બેઠકમાં 'ન્યુ ઈન્ડિયા'ની રૂપરેખા તૈયાર - chief minister
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નીતિ આયોગની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ' મંત્રને પૂરો કરવામાં નીતિ આયોગનો મહત્વનો ફાળો છે.
વડાપ્રધાનના પ્રમુખપદે નીતિ આયોગની બેઠક
વડાપ્રધાનના સંબોંધનના મુખ્ય અંશ
- અમે ભારતીયોને અધિકાર સમ્પન્ન બનાવવા અને લોકોના જીવનને વધારે સુગમ બનાવવાના કામ પર ભાર મૂકાશે.
- દેશમાં ગરીબી, બેરોજગારી, દુકાળ, પૂર, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને લોકોના જીવનને સરળ બનાવવા સામૂહિક લડાઈનું આહ્વાન કર્યુ.
- 17મી લોકસભા ચૂંટણીને દુનિયામાં લોકતંત્રને વિશ્વમાં સૌથી મોટી કવાયત ગણાવી કહ્યું કે હવે સમય છે કે સૌ ભેગા મળી ભારતના વિકાસમાં લાગી જઈએ.
- મોદીના પ્રમુખ પદે યોજાયેલી બેઠકમાં તમામ સદસ્યોને સરકારની કામગીરી અને લોકોમાં વિશ્વાસ ઉભો કરવામાં મદદ કરવા આહ્વાન કર્યુ.
- દેશને 2024 સુધી પાંચ હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવું પડકારરૂપ ગણાવ્યુ.
- રાજ્યસ્તરે નિકાસ પર બહોલી આવક અને રોજગારને વેગ મળશે.
- મોદીએ કહ્યું કે અહીં બેઠેલા તમામ લોકોનું 2022માં નવા ભારતના નિર્માણનું લક્ષ્ય છે.
- સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઉદાહરણ આપતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય મળીને શું ન કરી શકે? વધુમાં વડાપ્રધાને કહ્યું કે સશક્તિકરણ અને જીવન સુગમતા દરેક ભારતીય સુધી પહોંચાડવી છે.
- વડાપધાન મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિને ધ્યાને રાખી જે લક્ષ્ય રાખ્યા છે તેને કોઈ પણ સંજોગોમાં મેળવીશું. આઝાદીના 75માં વર્ષે જે લક્ષ્ય છે તે દિશામાં કામ કરીશું.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ, કૃષિ ક્ષેત્રે સુધારા, દુકાળની સ્થિતિ, નક્સલ વિરૂદ્ધ લડાઈ, સ્વાસ્થ્ય ક્ષેત્ર સહિતના મુદ્દાઓ પર સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
Last Updated : Jun 15, 2019, 11:01 PM IST