ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પ સામે મોદી બિંદાસ્ત બોલ્યા, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે કોઈની જરૂર નથી

પેરિસ: જી-7 સંમેલનમાં સાત દેશોના સમૂહની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન મોદીએ અહીં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરતા કાશ્મીર મુદ્દે પણ બિંદાસ્ત જવાબ આપ્યો હતો.

ians

By

Published : Aug 26, 2019, 5:08 PM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજાઈ રહેલી દ્વિપક્ષીય વાર્તામાં વડાપ્રધાન મોદીએ ભારત અને પાકિસ્તાનની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યાં તેમણે કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે, જેમાં અન્ય કોઈના મદદની જરૂર નથી. આ મામલે ત્રીજા કોઈની પણ દખલ અમે ઈચ્છતા નથી.

ani twitter

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી ખતમ થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન મળીને ગરીબી સામે લડશે.

ani twitter

ABOUT THE AUTHOR

...view details