ન્યૂઝ ડેસ્ક: ત્રણ વર્ષ પહેલા પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલીએ બજેટ રજૂ કરતા સમયે રેલવે સરંક્ષણ કોષ માટે રૂ,20,000 કરોડની જોગવાઇની પાંચ વર્ષ માટે કરવાની જાહેરાત કરી હતી. જે 2017-18થી લાગુ પડવાની હતી. તે વર્ષે કેન્દ્રીય નાણાં પ્રધાને રૂ.પાંચ હજાર કરોડની જોગવાઇ રેલવે સરંક્ષણ કોષ માટે કરી હતી. પણ ઝડપથી આ પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. કમિટીએ રિપોર્ટમાં કહ્યુ છે કે, નાણાંની ફાળવણીમાં ઘટાડો થયો છે અને કુલ ફાળવણીની માત્ર 50 ટકા રકમ ફળવાઇ છે. ત્યાં સુધી કે ફંડની ફાળવણી માટેના હેતુને પણ નુકશાન થયુ છે. નવા રૂટ તૈયાર કરવાની ધીમી કામગીરી, રેલવે સુરક્ષાના મુદ્દે ફાળવવામાં આવતા ફંડની રકમની અછત પણ જોવા મળે છે. તો વર્ષ 2018-19માં એક હજાર કિલોમીટરની રેલવે લાઇનના ટારગેટ સામે માત્ર 278 કિલોમીટરની કામગીરી જ પુર્ણ થઇ શકી. જેથી એક વાત નક્કી છે કે જો પ્રાપ્ત ફંડમાં ઘટાડો થશે તો સુરક્ષાને લઇને પણ ખર્ચમાં ઘટાડો થશે. તો બીજી નોંધપાત્ર બાબત એ પણ સામે આવી છે કે રેલવેનો પર્ફોમન્સમાં નકારાત્મક આવી છે અને ઓપરેટીંગ રેસિયો પણ ઘટ્યો છે. સ્ટેન્ડીંગ કમિટીએ એવો ચોંકાવનારો આરોપ પણ મુક્યો છે કે રેલવે બોર્ડ રૂ.100ની આવકની સામે રૂ. 97નો ખર્ચ કરે છે. જેથી રેલવે બોર્ડને કહેવામાં આવ્યુ છે કે તે કામ વિનાના ખર્ચ પર કાબુ રાખે અને વધુ આવક મેળવવા માટે નવા રસ્તા શોધવાની જરૂર છે. સ્ટેન્ડીંગ કમિટીએ તેમના રિપોર્ટમાં સીધી રીતે ભારતીય રેલવેની ખામીઓને દર્શાવી છે.
ત્રણ મહિના પહેલા કેગના રિપોર્ટમાં રલેવે વિભાગના નાણાંકીય આયોજનમાં વિસંગતતા અંગેની નોંધ કરવામાં આવી હતી. તે રિપોર્ટ મુજબ ભારતીય રેલવેનો ખર્ચથી માંડીને આવકને રેસિયો વર્ષ 2017-18માં છેલ્લાં 10 વર્ષનો સૌથી નીચો રેસિયો હતો.
હકીકતમા જો એનટીપીસી અને ઇરકોન પાસેથી જાહેર સુવિદ્યા સદંર્ભામાં રૂ. 7300 કરોડની રકમ પ્રાપ્ત થઇ હોત તો ફાયદો થયો હોત.
એક વર્ષ પહેલા સંદીર બંદોપાધ્યાય કમીટીએ ખુલાસો કર્યો હતો કે રેલવે કેટલાંક આયોજનને કારણે થોડા માટે નુકશાનથી બચી ગઇ છે અને તે નિર્ણાયક સમારકામમાં વિલંબ કરી રહી છે.
એક ચોંકાવનારી બાબત એ પણ છે કે સ્ટાફમાં 60 ટકાની ઘટ્ટ છે અને દેશમાં 3700થી વધારે બ્રીજ 100 વર્ષ જુના છે.
2016-17માં રેલવે આતંરિક સંસાધનો દ્વારા કુલ મુડીના 11 ટકા આવક મેળવવા સક્ષમ હતી. તો છેલ્લાં ત્રણ વર્ષમાં આ ટકાવારી ઘટીને 3.5 ટકા થઇ છે. તાજેતરમાં યુનિયન બજેટમાં ટકાવારી વધારીને 4.6 સુધી લઇ જવાનો લક્ષ્યાંક રખાયો છે. જો કોઇ જાણતા નથી કેટલુ શક્ય છે. રેલવે કેવી રીતે ટ્રેન મુસાફરીને ઓછી જોખમી અને વધુ આરામદાયક બનાવશે તેના પર સૌ કોઇને શંકા છે.
સામપિત્રોડા કમિટીએ ભુતકાળમાં રેલવેના મોર્ડનાઇઝેશન માટે રૂ.8.22 લાખ કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત મુકી હતી. પણ જ્યારે રેલવે તેની સંપતિ દ્વારા રૂ. 7000–8000 કરોડ પણ ફાળવવામાં અસક્ષમ છે ત્યારે આ માર્ડનાઇઝેશન માટેની રકમ કઇ રીતે એકત્ર કરી શકશે તેના પર શંકા છે.
દેશમાં 20 હજાર જેટલી ટ્રેનો દર વર્ષે 800 કરોડ મુસાફરોને મુસાફરી કરાવે છે ત્યારે તે ભારતીય રેલવે દેશ માટે લાઇફ લાઇન સમાન છે. જો કે પરિવર્તન માટે અનેક સર્વેક્ષણ અંગે ધ્યાન અપાતા અમલીકરણની કમી જોવા મળે છે. રેલવે વિભાગે સ્વીકાર્યુ છે કે ભારતીય રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેલ્લાં સાડા છ દાયકામાં માત્ર 30 ટકાનો જ વિકાસ થયો છે. જે રેલવેના વિકાસમાં બેદરકારીનો ઉત્તમ નમુનો છે. તો ખોરાકની નબળી ગુણવતાને સાઉથ સેન્ટ્રલ રેલવેમાં અનેક ફરિયાદો પ્રાપ્ત થઇ છે જે રેલવેના અન્ય ઝોનની કામગીરીને પ્રતિતિ કરાવે છે. રેલવેની ભયાનક સ્થિતિ અને નબળા પરિમાણોનું કારણ સબસીડીનો ગેરઉપયોગ અને મુસાફરોની સુરક્ષા સાથે સમાધાન કરવાનું છે. જે રાજકીય સિસ્ટમને કારણે છે. મોદી સરકારે અનુભવ્યુ છે કે રાષ્ટ્રના નિર્માણમાં રેલવેની ભુમિકા ખુબ જ મહત્વની છે અને તે સંદર્ભમાં કેટલાંક સુધારા પણ શરૂ કર્યા છે. જેમાં મોદી સરકાર નબળી સિસ્ટમને બદલીને 2023 સુધીમાં તમામ ટ્રેકને ઇલેક્ટ્રીક સાથે જોડવાની યોજના છે. પણ આ પ્રકારના સુધારા પુરતા નથી. યુરોપીયન રેલવે નેટવર્કની ડેનમાર્ક સાથે સરખામણી કરવામાં આવે તો તે ડેનમાર્ક સૌથી સુરક્ષિત રેલવે સિસ્ટમ ધરાવે છે. તો જાપાન સમયબધ્ધતા અને ટેકનોલોજીને લઇને આગળ છે. તો અમેરિકા અને ચીન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરીને ટ્રેક પર થનાર સંભવિત અકસ્માતોને રોકવામાં સફળ થયા છે. આ બધા સરખામણી કરવામાં આવે તો ભારતીય રેલવે સુરક્ષાના પરિમાણોમાં નબળી સાબિત થાય છે તો ટેકનોલોજીનો પણ અભાવ અને નબળી સર્વિસ પણ આપે છે. માટે સરકારની જવાબદારી છે આ સ્થિતિને બદલે, જો ભારતીય રેલવેને પુરી તાકાત અને યોગ્ય દિશામાં બદલાવ તરફ લઇ જવામાં આવે તો તે દેશના અર્થતંત્રને આગળ ધપાવવામાં મદદરૂપ થઇ શકે તેમ છે.