ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી: રોહણી તથા સાકેત કોર્ટ બહાર વકીલોનો વિરોધ પ્રદર્શન, 1 વકીલે કર્યો આત્મવિલોપનો પ્રયાસ

નવી દિલ્હી: તીસ હજારી કોર્ટમાં 2 નવેમ્બરના રોજ પોલીસ તથા વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ દિલ્હીના તમામ કોર્ટ બહાર વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે જ દિલ્હીના રોહણી તથા સાકેત કોર્ટના વિકોલો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વકીલો દ્વારા પોલીસ વિરૂદ્ધ સૂત્રોચાર કરવામાં આવી રહ્યા છે.આ તમામ હિંસા વચ્ચે એક વકીલે આત્પવિલોપનનો પ્રયાસ કર્યો છે. વકીલે રોહણી કોર્ટના છત પર જઇને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ સાથે જ વકીલો દ્વારા પોલીસ વિરોદ્ધી સૂત્રોચાર કરવામાં આવી રહ્યા છે. જો કે પોલીસે આત્પવિલોપન કરનાર વકીલને સમય પર રોકી લીધો હતો.

file photo

By

Published : Nov 6, 2019, 12:02 PM IST

Updated : Nov 6, 2019, 12:55 PM IST

આ સિવાય વકીલ વરૂણ ઠાકુરે દિલ્લી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને કાયદાકીય નોટીસ ફટાકારી છે. અને જવાબ માંગ્યો છે કે,તેમણે પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મી પર કડક પગલા કેમ નથી ભર્યા.

ઉલ્લેખનીય છે કે,બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અપીલને ધ્યાનમાં ન રાખતા વકીલો હજુ પણ પ્રદર્શન કરી રહ્યા છે. કેમિટીના ચેરમેન મહાવીર સિંહ તથા સિચવ ધીર સિંહ કસાના દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યા સુધી માંગો પૂરી કરવામાં નહીં આવે ત્યાર સુધી પ્રદર્શન ચાલુ રહેશે.

ઓલ ઇન્ડિયા લોયર્સ યૂનિયન દ્વારા બાર અસોસિયેશનના હળતાલ ખત્મ કરવાના પત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Last Updated : Nov 6, 2019, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details