લોકસભામાં શુક્રવારે માહિતી અધિકાર સંસોધન બિલ 2019 રજૂ કરાયુ હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે RTI બિલને સુધારવા અપીલ કરી હતી. સભામાં આ બિલ પર ચર્ચા થશે. આ ઉપરાંત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અનિયંત્રીત થાપણ યોજના સબંધી બિલ રજૂ કર્યુ. તેમજ રેશમના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારીની ભૂમિકા પર ચર્ચા વિચારણા કરાઈ હતી.
લોકસભાના ચોમાસુ સત્રમાં વિવિધ બિલ પર ચર્ચા કરાઈ
ન્યુઝ ડેસ્કઃ લોકસભાના ચોમાસુ સત્રમાં વિવિધ બિલ ઉપર સાસંદો દ્વારા ચર્ચા-વિચારણા અને સવાલ-જવાબ કરાયા હતા. જેમાં માહિતી અધિકાર સંસોધન બિલ તેમજ અનિયંત્રિત થાપણ યોજના સબંધી બિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભાના ચોમાસુ સત્રમાં વિવિધ બિલ પર ચર્ચા કરાઈ
ગુજરાતના અમરેલીના સાસંદ નારણ કાછડિયાએ ગુજરાતમાં રેશમ ઉદ્યોગ અંગે સવાલ પુછ્યો હતો. તેમણે રેશમ કીટ પાલનની સ્થિતિ અંગે પ્રશ્ન પુછતા તેના જવાબમાં કેન્દ્રિય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સિલ્ક સમગ્ર યોજનામાં વર્ષ 2020 સુધી એક કરોડ લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 91 લાખ લોકોને રોજગાર મળી ગયો છે.