ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાહ...દિવ્યાંગ હોવાં છતાં પણ ભણવા માટેની ધગશ તો જૂઓ

નવસારી: સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. ત્યારે સૈફલ જોગાણી પોતાના બંને પગથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પેપર આપે છે. જેની આ ભણતર પ્રત્યેની ઈચ્છા શક્તિને બિરદાવવા વિશ્વ મહિલા દિવસે ખુદ નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી આર.એમ.ચૌધરી પરીક્ષા સ્થળે પહોંચી વિદ્યાર્થીની નારી શક્તિને બિરદાવી હતી.

By

Published : Mar 8, 2019, 11:36 PM IST

Disabled

"નારીને નવ નીંદીયે, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજ્યા, ધ્રુવ-પ્રહલાદ સમાન!" આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી હોય તો નવસારીની સૈફલ જોગાણીએ. સૈફલ જોગાણીને બંને હાથ તો કુદરતે આપ્યા છે, પરંતુ હાથ હોવા છતાં પણ વિકલાંગતાને કારણે પોતાના દરેક કામ આસાનીથી નથી કરી શકતી. પરંતુ મક્કમતાંથી એ પોતાની જીંદગીનો આનંદ ઉઠાવવા અનેક મુશ્કેલીનો સામનો કરી સિદ્ધી હાંસલ કરવા આગળ વધી રહી છે.

જુઓ વિડીયો


સૈફલ પોતાના બંને પગથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેની આ ભણતર પ્રત્યેની ઈચ્છા શક્તિને બિરદાવવા આજે વિશ્વ મહિલા દિને ખુદ નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી આર.એમ.ચૌધરી પરીક્ષા સ્થળે પહોંચી વિદ્યાર્થીનીની નારી શક્તિને બિરદાવી હતી.

ABOUT THE AUTHOR

...view details