કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષને ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પોલીસે અટકાવ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે, દિલીપ ઘોષ પાસે કોઈ પરવાનગી નહોતી.
બંગાળમાં BJP-TMC મુદ્દો જામ્યો, BJPના દિલીપ ઘોષને અમ્ફાનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા અટકાવાયા - મમતા દીદી
પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે શનિવારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને શાસક ટીએમસી વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેમને દક્ષિણ 24 પરગણા જિલ્લાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી.
સાંસદ દિલીપ ઘોષે શનિવારે આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને શાસક ટીએમસી વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મને દક્ષિણ 24 પરગણા જિલ્લાના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી. મહત્વનું છે કે, દિલીપ ઘોષને પોલીસે ત્યારે રોક્યા જ્યારે તેઓ ચક્રવાત અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી વિતરણ કરવા જઇ રહ્યાં હતાં. તેઓ કનિંગ અને બસંતી તરફ જઈ રહ્યાં હતાં. આ બંને સ્થળો ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે.
પોલીસે ઘોષની કાર ગારિયા વિસ્તાર નજીક આવેલા ધલાઈ પુલ પર અટકાવી દીધી હતી. ઘોષે જણાવ્યું હતું કે, મને કેમ ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાથી રોકવામાં આવે છે. જ્યારે ટીએમસી નેતાઓ આ સ્થળોએ જઈને રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યાં છે. પોલીસ એમને તો રોકતી નથી.