માનવ સંસાધન વિકાસ મંત્રાલય કોવિડ-19નની અસરોનું શમન કરવા પ્રયાસો કરી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસની સતત સુલભતા પૂરી પાડી રહ્યું છે ત્યારે દેશમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન ઇ-લર્નિંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ નિશાંક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સંસ્થાઓના વડાઓની સાથે નિયમિત સંપર્કમાં છે અને આ બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી રહ્યા છે તેમજ પ્રતિભાવો મેળવી રહ્યા છે.
શાળાઓ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓએ વિવિધ પ્રકારના ઑનલાઇન ક્લાસિસ શરૂ કર્યા છે અને અભ્યાસ સામગ્રીની આપ-લે સંસ્થા તેમજ વિદ્યાર્થીઓ પાસે રહેલા સંસાધનો પર આધાર રાખે છે. વિવિધ પ્લેટફોર્મ મારફતે ઑનલાઇન ક્લાસિસ ચલાવાઇ રહ્યા છે જેમકે,
Skype
Zoom
Google Classroom
Google Hangout ( હવે Google Meet તરીકે)
Piazzaથી લઇને શિક્ષકો સુધી સૌ YouTube મારફતે લેક્ચર્સ અપલોડ કરી રહ્યા છે અને WhatsApp મારફતે ચેટ શેર કરી રહ્યા છે. SWAYAM, NPTEL જેવા ડિજિટલ લર્નિંગ રિસોર્સિસની લિન્ક શેર કરી રહ્યાં છે અને ઑનલાઇન જર્નલ્સની સુલભતા પૂરી પાડી રહ્યા છે.
કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IITs, IIITs, NITs, IISERs જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના લગભગ 60-65 ટકા વિદ્યાર્થીઓ ઇ-લર્નિંગના કોઇને કોઇ સ્વરૂપમાં ભાગ લઇ રહ્યા છે.
વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને અન્ય આવશ્યક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બિનપ્રાપ્યતા કેટલાક કિસ્સાઓમાં ઇ-લર્નિંગમાં અવરોધ પેદા કરે છે. આ સમસ્યાનો અમુક અંશે ઉકેલ લાવવા માટે શિક્ષકો રેકોર્ડેડ લેક્ચર્સ અને લાઇવ સેસન્શ ઉપરાંત સ્લાઇડ્સ અને હાથે લખેલી નોટ્સ પણ શેર કરી રહ્યા છે જેથી કરીને અનિશ્ચિત ઇન્ટરનેટ સુલભતા ધરાવતા વિદ્યાર્થીઓને છેવટે થોડી શિક્ષણ સામગ્રી તો મળે !
રેકોર્ડેડ લેક્ચર્સની મદદથી વિદ્યાર્થીની નેટવર્ક સુલભતાની ટૂંકા ગાળાની સમસ્યા દૂર કરી શકાય છે. ફેકલ્ટીઝ પણ વિદ્યાર્થીઓને કોઇ સવાલ હોય તો તેમને ઑનલાઇન ચેટ સેસન્સ મારફતે જવાબો આપી રહી છે.
23 માર્ચ 2020થી અત્યાર સુધીમાં માનવ સંસાધાન વિકાસ મંત્રાલયના વિવિધ ઇ-લર્નિંગ પ્લેટફોર્મ્સનો 1.4 કરોડ લોકોએ ઉપયોગ કર્યો છે.
નેશનલ ઑનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ SWAYAMનો ગઇકાલ સુધી 2.5 લાખ વખત ઉપયોગ થયો છે જે માર્ચના ગયા સપ્તાહની 50,000 સ્ટ્રાઇકની તુલનાએ 5 ગણો વધારો દર્શાવે છે.
આ ઉપયોગ SWAYAM પર ઉપલબ્ધ 574 કોર્સમાં એનરોલ કરાવેલા 26 લાખ વિદ્યાર્થીઓ દ્વારા કરાતા ઉપયોગ ઉપરાંતનો છે.
તેવી જ રીતે, દરરોજ 59000 લોકો SWAYAM પ્રભા DTH TV ચેનલના વીડિયો જોઇ રહ્યા છે, અને લૉકડાઉન શરૂ થયું ત્યારથી 6.8 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયા.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને તેના હાથ નીચે કામ કરતી અન્ય સંસ્થાઓની અન્ય ડિજિટલ પહેલોને પણ તેટલી જ પ્રસિદ્ધિ મળી છે. નેશનલ ડિજિટલ લાઇબ્રેરીનો માત્ર એક જ દિવસમાં 1,60,804 વખત ઉપયોગ કરાયો હતો અને સમગ્ર લૉકડાઉનના સમયગાળા દરમિયાન 14,51,886 વખત ઉપયોગ કરાયો હતો જે અગાઉની દરરોજ 22000 સ્ટ્રાઇકની તુલનાએ અનેક ગણો વધારો દર્શાવે છે.
NCERTના શિક્ષણ પોર્ટલ્સ જેમકે DIKSHA, ઇ-પાઠશાળા, નેશનલ રેપોઝિટરી ઑફ ઓપન એજ્યુકેશન રિસોર્સિસ, NIOSના સિનિયર સેકન્ડરી કોર્સિસ, NPTEL, NEAT, AICTE વિદ્યાર્થી-કોલેજ હેલ્પલાઇન વેબપોર્ટલ, AICTE ટ્રેનિંગ એન્ડ લર્નિંગ (ATAL), IGNOUના કોર્સ, UGC MOOCSના કોર્સ, શોધગંગા, શોધશુદ્ધિ, VIDWAN, e-PG પાઠશાલા, અને અન્ય ICT પહેલો જેમાં રોબોટિક શિક્ષણ (ઇ-યંત્ર), શિક્ષણ માટે ઓપન સોર્સિસ સોફ્ટવેર (FOSSEE), વર્ચ્યુઅલ એક્સપરિમેન્ટ્સ (વર્ચ્યુઅલ લેબ્સ) અને લર્નિંગ પ્રોગ્રામિંગ (સ્પોકન ટ્યુટોરિયલ)નો પણ ઉપયોગ દર અનેક ગણો વધી ગયો છે.
શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, સેંકડો વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા ધરાવતા નથી, મંત્રાલય આવા વિદ્યાર્થીઓ માટે ટેલિવિઝન મારફતે શિક્ષણ આપી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 32 ડીટીએચ ચેનલનું ગ્રૂપ SWAYAM PRABHA GSAT-15 સેટેલાઇટનો ઉપયોગકરીને વિદ્યાર્થીઓને દિવસના સતત 24 કલાક હાઇ-ક્વોલિટી એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પૂરા પાડી રહ્યું છે જેનું કન્ટેન્ટ NPTEL, IITs, UGC, CEC, IGNOU, NCERT અને NIOS દ્વારા પૂરું પડાયેલું છે. તેવી જ રીતે IGNOUની જ્ઞાન વાણી (105.6 FM Radio) પણ રેડિયો પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે.
24 કલાકની શૈક્ષણિક ચેનલ જ્ઞાન દર્શન પ્રિ-સ્કૂલ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ, કોલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવકો, ગૃહિણીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યક્રમો ઓફર કરી રહી છે. મંત્રીએ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે આ ચેનલોનો મહત્તમ ઉપયોગ કરવા પણ અપીલ કરી છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ વિચારકો માટે કઇંક મોટી જાહેરાત કરવાનું ટ્વીટ કર્યું છે. #BharatPadheOnline