અહીં તેમની સાથે વાત કરતા રાજકારણમાં આવવાના સવાલ પર તેમણે કહ્યું કે, હું ભારતની જનતાના મંચ પર આવ્યો છું. પોતાના લોકો સાથે વાત કરવામાં મજા આવે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હેમા સાંસદ બનશે નહીં, બની ગઈ છે. હું અહીં પ્રચાર માટે આવ્યો છું. જ્યારે કોઈ કામ સાચા દિલથી કરવામાં આવે ત્યારે તે સારું જ થાય છે. હેમાએ પણ અહીં એજ કર્યું છે.
બસંતીને મળ્યો વિરુનો સાથ, મથુરામાં હેમા માલિની સાથે પ્રચાર કરવા પહોંચ્યા ધર્મેન્દ્ર - bollywood
ન્યૂઝ ડેસ્ક: બોલીવુડ હિરોઈન અને ભાજપ સાંસદ હેમા માલિની મથુરાથી લોકસભા ચૂંટણી લડી રહી છે. હેમા માલિની ઘણા સમયથી મથુરામાં પ્રચાર કરી રહી છે. હવે તેનો સાથ આપવા પતિ ધર્મેન્દ્ર પણ પહોંચ્યા છે. હેમા માલિનીનો પ્રચાર કરતા ધર્મેન્દ્રએ કહ્યું કે, હું ખેડૂતનો દિકરો છું. મને અહીં આવી હંમેશા સારૂ લાગે છે.
ians
આપને જણાવી દઈએ કે, મથુરામાં હેમા માલિનીને અનેક મહાગઠબંધનની ટક્કર મળવાની છે. સપા-બસપા અને આરએલડીના ઉમેદવારો સાથે લડવું હેમા માલિની માટે સરળ નહીં હોય ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ સીટ પર કોણ બાજી મારે છે.