બેંગલુરુ: જનતા દળ-સેક્યુલર (જેડી-એસ) સુપ્રીમો એચ.ડી. દેવ ગૌડાએ પીએમ કેર્સ ફંડ સહિત કર્ણાટક અને કેરળના મુખ્ય પ્રધાનોના રાહત ભંડોળ માટે પ્રત્યેક 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હોવાની પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરી હતી.
અધિકારીએ અહીં એક નિવેદનમાં જણાવ્યું છે, 'ગૌડાએ મળેલા પેન્શનમાંથી પીએમ-કેરેસ ફંડ, કર્ણાટકના સીએમ રિલીફ ફંડ અને કેરળના સીએમ ડિસ્ટ્રેસ રિલીફ ફંડમાં પ્રત્યેક 1 લાખનું યોગદાન આપ્યું છે.'
નોંધનીય છે કે, વડાપ્રધાન નાગરિક સહાયતા અને ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ-કેર્સ ફંડ)માં 28 માર્ચે કોવિડ-19 રોગચાળા જેવી કટોકટી અથવા પરેશાનીની પરિસ્થિતિનો સામનો કરવા અને અસરગ્રસ્તોને રાહત આપવા માટે સમર્પિત રાષ્ટ્રીય ભંડોળ તરીકે સ્થાપવામાં આવ્યું હતું. આ ફંડમાં ફાળો આપનારાઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.
કોરોના વાઈરસ રોગચાળો સામે લડવામાં થતા ખર્ચને પહોંચી વળવા માટે સંસાધનો એકત્રિત કરવા માટે તાજેતરમાં કર્ણાટક અને કેરળ રાહત ભંડોળની પણ સ્થાપના કરવામાં આવ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન ગૌડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વાઈરસ સામેની લડતમાં કેન્દ્રને આપેલા સમર્થનની ખાતરી આપી છે.