હૈદરાબાદ દુષ્કર્મ કેસ: દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ આમરણ ઉપવાસ પર
દિલ્હી: મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જંતર-મંતર પર આમરણ ઉપવાસ પહેલા રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હી પોલીસ અમને ઉપવાસની મંજૂરી આપતી નથી તો પણ અમે અમારો ઉપવાસ ચાલુ જ રાખીશું. કારણ કે, આ મહિલાઓનો અધિકાર અને ન્યાયની લડાઇ છે. આ પહેલા મે બાળાઓની સાથે થઇ રહેલા દુષ્કર્મને લઇને 10 દિવસ ભૂખ હડતાલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે એક કાયદો બનાવ્યો હતો પરંતુ તેને લાગુ કરવામાં આવ્યો ન હતો.
દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ આમરણાત ઉપવાસ પર
તે સિવાય સ્વાતિ માલીવાલે વિપક્ષના આરોપોને નકારતા કહ્યું કે, તે માત્ર અને માત્ર મહિલાઓના હકની લડાઇ લડી રહી છે અને લડાઇ ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી કાયદો લાગુ ન કરે. દેશમાં જે પણ મહિલાઓ વિરૂદ્ધ ગુના થઇ રહ્યાં છે તેના વિરૂદ્ધ કાયદો લાગુ કરવો જોઇએ અને આરોપીઓને 6 મહિનામાં જ ફાંસીની સજા આપવી જોઇએ.